________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૦
હારીતસંહિતા.
કફશિરોગનાં લક્ષણ, सजाड्यमङ्गं भवते च शीतं स्वेदेन युक्तं भूयुगं च शूनम् । सदश्यनेत्रं तपते च तन्द्रा कफोपदिष्टः शिरसो विकारः ।।
જે મનુષ્યના અંગમાં જડતા હૈય, અંગ ઠંડાં લાગતાં હોય, શરીરે પરસે બહુ વળતે હેય, આંખની બન્ને ભમરે સૂજેલી હોય, આંખમાં અગન બળતી હેય તથા ઘેન રહેતું હોય, તેને કફથી થયેલો માથાને રોગ જાણ.
લેહીથી થયેલા માથાના રોગનાં લક્ષણ रक्तेन नासापुटकेऽपि जालं निरेति शेषा वदने च तृष्णा । रक्ताक्षिमन्या जडता च यस्य तमाह रक्तोद्भवशीर्षरोगम् ॥
જેના નાકમાંથી લેહીયુક્ત મળ નીકળતે હેય, મુખમાં તરસ ઘણી લાગતી હોય, આંખે રાતી થઈ ગઈ હય, ડેકાની પાછલી સિરા જડ થઈ ગઈ હોય, તે પુરૂષને લોહીથી માથાને રંગ છે એમ જાણવું.
સન્નિપાતથી થયેલા માથાને રેગનાં લક્ષણ मध्यं प्रदूप्य प्रतनोति पीडां नासापरिस्रावि जलं तथा च । सजाड्यमोहश्वसनं च यस्य सा सन्निपाताद्भवते शिरोऽतिः॥
માથાના મધ્યમાં રહેલા પદાર્થને બગાડીને વાતાદિ ત્રણે દેષ ભાથામાં પીડા ઉત્પન્ન કરે છે તથા નાકમાંથી પાણી ઝરે છે; વળી માથું જડ થઈ જાય છે અને રોગીને મોહ તથા શ્વાસ થાય છે આવા પ્રકાર માથાને રેગ સન્નિપાતથી થયેલે છે એમ જાણવું.
કૃમિથી થયેલા માથાના રોગનાં લક્ષણ, यस्यातिमात्रं शिरसि प्रतोदः विभज्यमानेऽपि च मस्तकान्ते । घ्राणे परिस्रावि सरक्तपूर्व क्रिमिप्रसूता च शिरोव्यथा च ॥
જે પુરૂષના માથામાં સો ઘેચાતી હોય એવી અતિશય વેદના થાય છે, માથાનાં લમણાં જાણે ફાટી જતાં હોય તેમ દુખે છે, તથા નાકમાંથી લોહી અને પરૂ વેહે છે. એ માથાના રોગને કૃમિઓથી ઉત્પન્ન થયેલું જાણુ.
For Private and Personal Use Only