SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ હારીતસંહિતા. જે દેશોમાં ખરબચડા અને કઠણ પથરાવાળા તથા કાંટાવાળી ઝાડીથી ભરપૂર લાંબા લાંબા પર્વત હોય છે, જ્યાં ત્યારે પાસે ઝાંઝવાનું પાણી દેખાયા કરે છે, જ્યાંનાં ઝાડ ઉપરનાં પાન ખરી ગયેલાં હોય છે, અતિશય તીવ્ર સૂર્યનાં કિરણોથી તપી ગયેલી ધૂળથી ભરેલી જ્યાં પૃથ્વી હોય છે, જ્યાં કૂવાનાં ઘણાંક પાણી ખારાં અને ઓછાં હોય છે, જ્યાં રસ વગરનાં ઘાસને ખાઈને ગાય અને ભેંશે અથવા બળદ અને પાડા નિર્વાહ કરે છે, તથા તેથી તેમના માંસમાં અને માંસરસમાં ઘણી રક્ષતા હેય છે; વળી જ્યાં શીતળ એવાં લીમડા વગેરેનાં વૃક્ષ, ડાંગર અથવા સેરડી થતી નથી. અને જે દેશમાં રકતપિત્ત જલદીથી કેપે છે, એવા દેશને જાંગલ દેશ જાણવા. સાધારણ દેશનું સ્વરૂપ, उभयगुणसमेतं नातिरूक्षं न स्निग्धं न च खरबहुलं वा नाभितो कण्टकाढ्यम् । भवति च जलकीर्ण नातिशीतं न चोष्णं समप्रकृतिसमेतं विद्धि साधारणं च ॥ इति साधारणदेशलक्षणम् । જે દેશમાં આનપદેશ તથા જાંગલદેશ બન્નેના ગુણો હેય તથા જે દેશ અતિશય કે અતિશય નિગ્ધ ન હોય, જે ઘણા તીવ્ર તથા સર્વત્ર કાંટાવાળી ઝાડીથી યુક્ત ન હોય, જે દેશમાં કામે લમ પાણી મને ળતું હોય તથા જે દેશ અતિશય ઠંડે કે અતિશય ગરમ ન હય, એવા સમ પ્રકૃતિવાળા દેશને સાધારણ દેશ કહે છે, એમ તું જાણ. કાળજ્ઞાન, कालस्तु त्रिविधो शेयोऽतीतोऽनागत एव च । वर्तमानस्तृतीयस्तु वक्ष्यामि शृणु लक्षणम् ॥ કાળ ત્રણ પ્રકાર છે. (૧) ભૂતકાળ, (૨) ભવિષ્યકાળ, (૩) અને ત્રીજો વર્તમાનકાળ છે. હવે એ ત્રણ કાળનાં લક્ષણ કહેછું તે સંભળ. કાળનાં સ્વરૂપ, कालः कालयते लोकं कालः कालयते जगत् । कालः कालयते विश्वं तेन कालोऽभिधीयते ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy