________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૩૪
હારીતસંહિતા.
મદ્યપાનથી, ગરમ પદાર્થનું સેવન કરવાથી, શ્રમથી અને અતિશય કસરતથી તત્કાળ પિત્તના પ્રકાપ થાય છે અને તે મૂત્રકૂળ ઉત્પન્ન કરેછે. મૂત્રકૃચ્છુ થવાથી મનુષ્ય કળે કરીને પિશાબ કરી શકેછે, પિશાબની ધારા અતિશય ઉષ્ણુ હાય છે અને મૂત્રના માર્ગમાંથી રક્ત વહે છે. હવે એ રાગનું હું ઔષધ કહું છું કે જેથી કરીને ગીતે સુખ ઉપજે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છના ઉપાય.
यष्टीमधुकमृद्धीका चन्दनं रक्तचन्दनम् । रक्ततण्डुलतोयेन मूत्रकृच्छ्ररुजापहम् ॥ वटप्ररोहो नालं च द्राक्षाशर्करयान्वितः । लेहोऽयं मूत्रकृच्छ्रस्य नाशनो भिषजां वर ! ॥ : दाहोपशमनं प्रोक्तं शीततोयावगाहनम् । मूत्रकृच्छ्रे तु तत्प्रोक्तं भोजनं मधुरं हितम् ॥
જેઠીમધ, દ્રાક્ષ, સફેદ ચંદન, રકતચંદન એ ઔષધોનું ચૂર્ણ કરીને તેને રાતી ડાંગરનાં ચોખાના ધોવરામણુ સાથે પીવું તેથી મૂત્રકૃચ્છની પીડા પડેછે. હું ઉત્તમ વૈધ ! વડના અંકુર, કમળનું નાળ, અને દ્રાક્ષ, એ ત્રણને વાટીને સાકર સાથે ચાટવાથી મૂત્રકૃચ્છ નાશ થાય છે.
ઠંડા પાણીમાં સ્નાન કરવાથી મૂત્રકૃચ્છ સંબંધી દાહ શમે છે. તેમજ મૂત્રકચ્છ રોગમાં મધુર અને હિતકારક ભાજન કરવાનું કહેલું છે.
મૂત્રરાધનાં કારણેા.
उत्तानस्य रतौ भङ्गाद्दाह व्यायामजातके । मूत्ररोधद्रुजाचर्यादथवचनिरोधनात् ॥
अव्यायामे शुभे भोज्ये शीतगाहेथवा नरैः । तैस्तु कुपितो वायुर्मूत्रद्वारं प्ररुन्धति ॥ श्लेष्मणा सहितो वापि सोपि कष्टतमो गदः ।
ચતાં સૂને રતિમાં પ્રવૃત થયાધી, મૈથુન અપૂર્ણ છતાં તેને તજવાથી, દાહ ઉત્પન્ન કરે એવા આહાર વિહારનું સેવન કરવાથી, કસરત
१ मूत्ररोधे वचा वर्यादद्यात्तलानिरोधकान् प्र० १ ली.
For Private and Personal Use Only