________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૮
હારીતસંહિતા.
--
त्रिंशोऽध्यायः।
જળદરની ચિકિત્સા, જળદરના હેતુ
आत्रेय उवाच। विषमाशनोपविष्टेन पीतं तोयमथापि वा। श्रमावश्वासनिष्क्रान्ते अतिव्यायामितेऽपि वा। पीतं चोदकमेवं च तस्माजातं जलोदरम् ॥
આત્રેય કહે છે–જે મનુષ્ય વિષમાસનથી બેશીને પાણી પીએ છે અથવા શ્રમિત થઈને, અથવા માર્ગમાંથી ચાલી આવીને તરત અથવા શ્વાસ નીકળતી વખતે, અથવા અતિશય કસરત કરીને તરત જે મનુષ્ય પાણી પીએ છે, તેને જળદર થાય છે.
જળદરનાં લક્ષણ, उदरं सजलं यस्य सघोषमतिवर्धितम् । श्वयथुः पादयोः शोफो जलोदरस्य लक्षणम् ॥
જે માણસનું પેટ બહુ મોટું થયું હોય તથા તેમાં પાણી ભરાયું હોય અને તેને વગાડીએ ત્યારે તે નગારાની પેઠે વાગતું હોય, તેમજ જે માણસને પગે સોજો ચઢયો હોય અને પેટ ઉપર પણ સેજે હેય, તેને જલોદરને રેગ થયે છે એમ જાણવું.
જળદરની ચિકિત્સા विरेकं वमनं कुर्यात् पाचनानि च कारयेत् ।
क्षारयोगश्च वटकस्तेन तदुपशाम्यति ॥ જળદર રોગવાળાને વિરેચન આપવાં, વમન કરાવવું, પાચન ઔષધ આપવાં, ક્ષાર પાવા તથા ચોપડવા, ગળીઓ ખવરાવવી. એવા એવા ઉપચાર કરવા તેથી જળોદર મટી જાય છે.
For Private and Personal Use Only