________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
तृष्णा छर्दिः श्वसनमधृतिर्भक्तविद्वेषमोहो हृत्पीडा स्याद् भ्रममथ भवेद्रक्तपित्तोपसर्गात् ॥ अष्टादश इम प्रोक्ता रक्तपित्त उपद्रवाः । उपद्रवैर्विना साध्योऽसाध्यः सोपद्रवस्तथा ॥ रक्तनिष्ठीवनोपेतो रक्तनेत्रो भ्रमातुरः । रक्तमूत्रश्च वमतेरस्त्रपित्ती न जीवति ॥
રાગથી શરીરની ક્ષીણતા થવી; શરીરને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થવી; શરીરને વિષ્ફળતા ( ખાડખાંપણ ) પ્રાપ્ત થવી; અંગનું હીનપણું; દુર્વ્યળતા, મંદાગ્નિ; છીંક; પાંડુપણું; દાહ; શેષ; તરસ; ઉલટી; શ્વાસ; અધીરતા; ભોજનના દૂષ; માહ; હૃદયની પીડા; અને ભ્રમ; એવા ઉપદ્રવ રક્તપિત્તને લીધે થાયછે. એ અઢાર રક્તપિત્તના ઉપદ્રવ કહેલા છે. જે રક્તપિત્તમાં ઉપદ્રવ હોય નહિ તેને સાધ્ય જાણવા; અને જેમાં ઉપદ્રવ હાય તેને અસાધ્ય જાણવા. જે રક્તપિત્તવાળાને થૂંકતાં લોહી પડતું હાય, તેનાં નેત્ર પણુ રક્ત થયાં હાય, જેને ભ્રમ થયેા હાય, મૂત્ર પણ રાતું થતું હાય, ઉલટી રાતી થતી હોય, એવા રક્તપિત્તવાળા જીવતા નથી. રક્તપિત્તનાં લક્ષણ,
एवं प्रोक्तो निदानार्थस्ततो वक्ष्यामि लक्षणम् । सुलक्षणसमायुक्तं रक्तपित्तं सुखावहम् ॥ यस्यारुणं भवति फेनयुतं च वातात् पित्तातिपीतमथ कृष्णकुसुम्भकाभम् । पित्तेन पित्तमिति तं प्रवदन्ति धीराः सान्द्रं सपाण्डुरनिभं सघनं कफेन ॥
इति रक्तपित्तलक्षणम् ।
એપ્રમાણે રક્તપિત્તના હેતુ અને સંપ્રાપ્તિ વગેરે નિદાનના અર્થ મેં કહ્યો; હવે હું તેનાં લક્ષણ કહું છું; કેમ કે સારાં લક્ષણે યુક્ત એવે રક્તપિત્ત સુખ ઉપજાવે એવો છે. જે પુરૂષનું રકતપિત્ત રાતું અને પીણવાળું હોય તે રક્તપિત્ત વાયુથી થયું છે એમ બણવું. પિત્તથી
૧ મુત્રી, પ્ર॰ ૧ ટી.
२ भेषजम्. प्र० १ ली.
For Private and Personal Use Only