________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हारीतसंहिता.
प्रथमोऽध्यायः
મંગળાચરણ, नत्वा शिवं परमतत्वकलाधिरूढं ज्ञानामृतैकचटुलं परमात्मरूपम् । रागादिरोगशमनं दमनं स्मरस्य
शश्वत्क्षपाविषधरं त्रिगुणात्मरूपम् ॥ એક એવા તત્વજ્ઞાનરૂપી કળાને વિષે આરૂઢ થયેલા, જ્ઞાનરૂપી અમૃતનેજ માત્ર લાભ રાખનારા, રાગ (સંસારાદિમાં આસક્તિ) વગેરે રોગને શમાવનારા, કામદેવનું દમન કરનારા, ચંદ્રને નિરંતર માથાઉપર ધારણ કરનારા, અને સત્વ, રજસ્ તથા તમમ્ એવા ત્રણ ગુણસ્વરૂપ, પરમાત્મારૂપ શિવને પ્રણામ કરીને આ હારીતસંહિતા નામે વૈધક ગ્રંથનું હું કથન કરું છું.
આત્રેય તથા હારીતને સંવાદ हिमवदुत्तरे कूले सिद्धगन्धर्वसेविते । शान्तमृगगणाकीर्णे नानापादपशोभिते ॥ तत्रस्थं तपसा युक्तं तरुणादित्यतेजसम् । शुद्धस्फटिकवच्छुभं भूतिभूषितविग्रहम् ॥ जटाजूटाटवीमूल उषितं शुभ्रकुण्डलम् । आत्रेयं वहुशिष्यैस्तु राजितं तपसान्वितम् ।
पप्रच्छ शिष्यो हारीतः सर्वज्ञानमिदं महत् ॥ . સિદ્ધ અને ગંધવોંએ સેવેલા, શાન્ત એવાં પશુઓના સમુદાયથી વ્યાપ્ત અને અનેક પ્રકારનાં વૃક્ષોથી શોભાયમાન, એવા હિમાલયના ઉત્તર તટ ઉપર સ્થિતિ કરીને આત્રેય મુનિ તપ કરતા હતા. તે મુનિ ઊગતા સૂર્યના સરખા તેજસ્વી હતા, નિર્મળ સ્ફટિકમણિ જેવા ઉ
For Private and Personal Use Only