________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૪
હારીતસંહિતા.
पृथुमुण्डा भवन्त्येके केचित् किकसन्निभाः । धान्याकुरनिभाः केचित् केचित् सूक्ष्मास्तथाणवः ॥ सूचीमुखाः परिज्ञेयाश्चान्त्राणि सीदयन्ति ते । वक्ष्यामि लक्षणं तेषां चिकित्साश्च शृणुष्व मे ॥ કોઠામાં થનારા કૃમિ છ પ્રકારના છે. તેમનાં લક્ષણ હું તને કહુંછું. કેટલાક કાષ્ટ નામના કૃમિ થાયછે તે કાહાના મળને ધારણ કરનારા ભાગમાં સાપની પેઠે કરેછે. કેટલાક પૃથુમંડ નામે કૃમિ થાયછે. કેટલાક અળસી જેવા થાયછે. કેટલાક ધાન્યના અંકુર જેવા થાયછે અને કેટલાક અણુ જેવા સૂક્ષ્મ થાયછે. વળી જે કૃમિ આંતરડાંને ઢીલાં કરી નાખેછે તેમને સૂચીમુખ જાણવા. હવે તેમનાં લક્ષણા અને ચિકિત્સા કહું છું તે સાંભળ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃમિરોગનું લક્ષણ,
ज्वरो हृद्रोगशूलं वा वमिहृत्क्लेदनं भ्रमः । रुचिबन्धो विवर्णत्वमतीसारः सफेनिलः ॥ गर्जनं जठरे चैव मन्दाग्नित्वं च जायते । पिपासा पीतता नेत्रे किञ्चकैः पीडितस्य च ॥
इति गंडूपदलक्षणम् ।
તાવ, છાતીમાં પીડા, શૂળ, ઉલટી, છાતીમાં ડચૂરો ભરાઈ આવવા, ફેર આવવા, અરૂચિ ઉત્પન્ન થવી, શરીરના વર્ષા કરી જવા, પીવાળા અતીસાર થવે; પેટમાં ધડડાટ થવા, જડરાગ્નિ મંદ થવા, તરસ લાગવી, નેત્ર પીળાં થવાં, એવાં લક્ષણ કિંચુક અથવા અળશિયા જેવા કૃમિથી પીડાયલા મનુષ્યનાં થાયછે.
સૂચિમુખ કૃમિનું લક્ષણ,
सूचीवत् तुद्यतेऽन्त्राणि रक्तं चैवातिसार्यते । यकृद्वा भक्षयन्त्यन्ये रक्तं वा वमते भृशम् ॥ hat मुखेऽरुचिर्जाड्यं मन्दाग्नित्वं च वेपथुः । तृष्णा मंदज्वरो ज्ञेयः सूचीमुखकिमीरुजाम् || इति सूचीमुखलक्षणम् ।
For Private and Personal Use Only