________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજે.
પાહાડમૂળ, ઇંદ્રિજવ, કરિયાતું, મોથ, ગળો, સુંઠ અને પિત્તપાપડે, એ ઔષને ક્વાથ તીવ્ર પીડાવાળા આમાતિસારને જલદીથી મટાડે છે. વળી તેની સાથે તાવ હોય તે તે તાવને પણ એજ ક્વાથ મટાડે છે.
સુંઠ્યાદિ પાચન. शुण्ठी बालकमुस्ता बिल्वं पाठा विषा च धान्यानि । पाचनमरुचौ छर्दिवरातिसारं विनाशयति ॥
સુંડ, વાળા, મોથ, બીલી, પહાડમૂળ, અતિવિખ, ધાણ, એ ઔષધેને કવાથ મળનું પાચન કરનાર છે. વળી તે અરૂચિ, ઉલટી અને જ્યરાતીસારને નાશ કરે છે.
વસંકદિ કવાથ, वत्सकश्च सुरदारुरोहिणी धान्यबिल्वमगधात्रिकण्टकम् । निम्बबीजगजपिप्पलीवृकीकाथ एष सरणज्वरापहः॥
કડાછાલ, દેવદાર, હરડે, ધાણું, બીલી, પીપર, ગેખરૂં, લીંબળી, ગજપીપર, પહાડમૂળ, એ ઔષધોનો કવાથ અતિસાર તથા જ્વરને મટાડે છે.
પંચમૂલી કવાથ, पञ्चमूलीबलाबिल्वगुडूचीमुस्तनागरैः । पाठाभूनिम्बहीवेरकुटजत्वक्फलैः शृतम् । हंति सर्वानतीसारान् वमिश्वासज्वरार्दितान् । सशूलोपद्रवंश्वासं हन्याञ्चाशु सुदारुणम् । पञ्चमूल्यतिसामान्या योज्या पित्ते कनीयसी। महती पञ्चमूली तु वातश्लेष्मज्वरे हिता॥
કૃતિ પમૂત્રાઃ પંચમૂલી (પાછળ કહેવામાં આવી છે,) બળબીજ, બીલી, ગળો, મેથ, સુંઠ, પહાડમૂળ, કરિયાતું, વરણવાળો, કડાછાળ, ઇન્દ્રજવ, એ ઔષધે કવાથ સઘળા પ્રકારના અતિસારને મટાડે છે. વળી તે સાથે
For Private and Personal Use Only