________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
ભૂત વગેરેના વળગાડથી ઉપજેલા તાવને ભૂતજ્વર કહેછે. એ તાવને ભૂતવિદ્યા, બંધન, આવેશન અને તાડન, એવા ઉપચારથી મ ટાડવા. જે પુરૂષને કોઈનો શાપ લાગવાથી જ્વર આવ્યેા હાય તેા તેને શાંત કરવાના ઉપચાર કરવા. કામથી ઉપજેલા તાવમાં કામવાળી વસ્તુની પ્રાપ્તિ કરી આપવી અથવા નીતિનાં વચનેથી યુક્તિપૂર્વક તેના મનનું સમાધાન કરી આશ્વાસન કરવું, એ હિતકારક છે. ક્રોધથી ઉપન્ન થયેલા તાવમાં પિત્તને મટાડનારા ઉપાય ચેાજવા તથા સારાં વચનવડે તેની શાંતિ કરવી. ઔષધિના ગંધથી ઉપજેલા તાવમાં મૂર્છા થાયછે, એવા તાવમાં વાથાદિકનું સેવન હિતકારી છે.
નિિિધકાદિ ક્વાથ.
३०७
निदिग्धिका नागरिकामृतानां क्वाथं पिबेन्मिश्रितपिप्पलीकम् । जीर्णज्वरारोचनकासशूल श्वासाग्निमान्द्यार्दितपीन सेषु ॥ इति निदिग्धिकादि ।
રેંગણી, સુંઠ, ગળા, એ ત્રણ ઔષધોના ક્વાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને પીવું. એ વાથ પીવાથી જીર્ણજ્વર, અરૂચિ, ખાંસી, ફળ, શ્વાસ, અગ્નિમાંદ્ય, અર્દિતવાયુ અને પીનસ, એ રેગ મટે છે.
ગાળ અને પીપરના ચેાગ
कासाजीर्णे श्वासहृत् पाण्डुरोगे मन्दे वाग्नौ कामलारोचके च । तेषां शस्ता पिप्पली स्याद्गुडेन हन्ति नृणां जीर्णमाशु ज्वरं च ॥
ગોળની સાથે પીપરનું ચૂર્ણ મિશ્ર કરીને ખાવાથી ખાંસી, અછઠ્ઠું, શ્વાસ, હૃદયના રોગ, પાંડુરોગ, મંદાગ્નિ, કમળા, અરૂચિ, એ રોગો મટે છે. વળી તે મનુષ્યોના જીર્ણજ્વરને પણ જલદી મટાડે છે. લધુ પંચમૂળીના ક્વાથ.
For Private and Personal Use Only
लघुपञ्चमूलीक्कथितः कषायः छिन्नोद्भवायाः सह पिप्पलीभिः । जीर्णज्वरे श्वासकफामयनो मन्दाग्निशूलारुचि पीनसानाम् ॥