________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન—અધ્યાય બીજો.
મૂર્છા ( સન્નિપાતની )ને ઉપાય.
मधूकसारं समहौषधेन वचोषणे सैन्धवसंयुते च । मूत्रेण वा चोष्णजलेन पिष्टं प्रनष्टज्ञानप्रतिबोधनाय ||
મહુડાંના સાર, સુંઠ, વજ, મરી, સિંધવ, એ ઔષધોને ગાયના મૂત્રમાં અથવા ગરમ પાણીમાં વાટીને તેને કપડાથી ગાળી લેઈને તેનાં ટીપાં નાકમાં નાખવાથી સન્નિપાત જ્વરમાં જે રેગીની સંજ્ઞા નાશ પામી હોય તે પાછી પ્રાપ્ત થાય છે. શાભાંજનઆઢિ નસ્ય,
सोभाञ्जनकमूलस्य रसं च मरिचान्वितम् । विसंज्ञितानां नस्यं स्याद्बोधनं चाशु रोगिणाम् ॥
इति नस्यविधानम् ।
૨૯૧
સરગવાના મૂળના રસમાં મરીનું ચૂર્ણ નાખીને તેનાં ટીપાં નાકમાં નાખવાથી બેભાન થઇ ગયેલા રોગીને સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પ્રધમન વિધિ.
एकं बृहत्याः फलपिप्पलीकं शुण्ठीयुतं चूर्णमिदं प्रशस्तम् । प्रधामयेत् घ्राणपुढे विसंज्ञं चेष्टां करोति क्षवथुप्रबोधः ॥ इति प्रधमनविधिः ।
રિંગણીનું મૂળ અને પીપરના ચૂર્ણમાં સુંઠનું ચૂર્ણ મેળવીને સંનારહિત થઇ ગયેલા રોગીના નાકમાં ફૂંકવું. એથી છીંકા આવશે અને રોગીને સંજ્ઞા પાછી પ્રાપ્ત થશે. એ ચહું પ્રધમન કરવાને ( નાકમાં ફૂંકવાને) સારૂં છે.
અંજન વિધિ.
शिरीषबीजं मरिचोपकुल्यामूत्रेण घृष्टं सह सैन्धवेन । नेत्राञ्जनं स्यान्नयने नराणां प्रनष्टसंज्ञं प्रकरोति बोधः ॥
For Private and Personal Use Only
સરસનાં બીજ, મરી, પીપર, એ ઔષધામાં સિંધવ નાખાતે તેને ગાયના મૂત્રમાં વાટવું. પછી તેનું નેત્રમાં અંજન કરવાથી સંજ્ઞારહિત રોગીને ભાન આવીને તે જાગ્રત થાય છે.