________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
હારીતસંહિતા.
સન્નિપાતના તાવમાં પ્રથમ આમ અને કફને દૂર કરે. કફનો ક્ષય થયા પછી પિત્ત અને વાયુ આમ વગરના રહેશે. વળી સન્નિપાતના તાવમાં ય કરીને તંદ્રા જીતવી-મટાડવી, કેમકે એ ઉપદ્રવ ઝટલેઈને માટે એવો નથી તથા તાવમાં તે વિશેષ ભયંકર છે. જે મને નુષ્ય એવા રોગીને કયુક્ત આહારવિહારાદિકનું પથ્ય બતાવે છે તેને તે રેગીને શત્રુ સમજ પણ તેણે એવું બતાવેલું પથ્ય તે પથ્ય નથી કે ઔષધ પણ નથી. માટે કફ ઉપજાવનારું પથ્ય કે ઔષધ આપવું નહિ.
અષ્ટાદશાંગકવાથ, सठी द्विपञ्चमूलं च दुरालम्भा च कौटजम् । पटोलं पौष्करं 'शृंगी युक्ता भार्गविपिप्पली । निहन्ति सन्निपातोत्थं ज्वरमेष दशांगकः॥
इति अष्टादशाङ्गो नाम क्वाथः ।। પરો, દશમૂળ (શાંતિપર્ણી, પૃષ્ટિપણું, રીંગણ, ભેંયરીંગણી, ગોખરું, બીલીમૂળ, અરણભૂળ, અરલ, પાડળ, શિવણ) ધમાસે, ઇંદ્રજવ, પટેલ, પુષ્કરમૂળ (એરંડાનું મૂળ, કાકડા સીંગ, ભારંગ, પીપર, એ અઢાર ષધીના ગણને અછાંદશાંગ કહે છે. એ અષ્ટાદશાંગ ક્વાથ પીવાથી સન્નિપાત પર મટે છે.
ભૂનિબાદિકવાથ, भूनिम्बदारुदशमूलमहौषधाह्वतिक्तैन्द्रबीजधनिकेभकणाकषायः। तंद्राप्रलापकसनारुचिदाहमोह
श्वासत्रिदोषजनितज्वरमाशु हन्ति ॥ કરિયાતું, દેવદાર, દશમુળ ઉપર અષ્ટાદશાંગવાથમાં કહ્યાં છે તે) શુંઠ, કડુ, ઇંદ્રજવ, ધાણા, ગજપીપર, એ ઔષધેને કવાથ કરીને પીવાથી ઘેન, લવારી, ખાંસી, અરૂચિ, દાહ, મોહ, શ્વાસ, એ ઉપદ્રસહિત ત્રિદોષને જ્વર થયો હોય તે નાશ થાય છે.
૧ વાળ. પ્ર. ૧ી .
For Private and Personal Use Only