________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૬
હારીતસંહિતા.
આત્રેય કહેછે: હે પુત્ર! હવે રોગીને ઘેર જવાને નીકળેલા વૈધને ઘેરથી નીકળતાં તથા રોગીના ઘરમાં પેસતાં જે સારાં કે માઠાં શકુન થાયછે તે સર્વે હું તને કહુંછું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભશકુન
राजा गजो द्विजमयूरकखञ्जरीटाश्चाषः शकुन्तरजकः सितवस्त्रयुक्तः । पुत्रान्विता च युवतिर्गणिका च कन्या श्रेयः सुखाय यशसे प्रतिदर्शयन्ति ॥
રાજા, હાથી, બ્રાહ્મણુ, માર, ખંજરીટ પક્ષી, ચાપ પણી, ભાસ પક્ષી, ધોળાં લૂગડાંસહિત ધેાખી, પુત્રસહિત સ્ત્રી, ગણિકા અને કન્યા, એમાંથી કોઇ એકનું પણુ રોગીને ઘેર જવાતે નીકળતી વખતે દર્શન થાય તે તે કલ્યાણકારી, સુખક અને યશ આપનારૂં છે.
लट्ठा श्येनो भासहारीतचको भारद्वाजश्छिकर छागसंज्ञः । एते श्रेष्ठा 'दर्शने सव्यवामा वैद्यावेशे निर्गमे श्रेयसे च ॥
ચકલી, બાજ, ભાસ પક્ષી, હારીત પક્ષી, ચક્રવાક પક્ષી, કાકડિયા કુંભાર નામે પક્ષી, છીકારાં, કડા, એ પ્રાણી શ્રેષ્ઠ છે. વૈધ રા ગીના ઘરમાં પેસતા હોય ત્યારે વૈધની ડાખી બાજુએ તેમનું દર્શન થવું શ્રેષ્ઠ છે અને રોગીને ધૈર જવાને પોતાના ધરમાંથી નીકળતા હોય ત્યારે તેમનું દર્શન જમણી બાજુએ શ્રેષ્ઠ છે.
દુઃશકન
સાજૂનો વાનઃ શૂરથ નોયા ક્ષઃ મ્રજ્યાસ: શરાÆ 1 एते रिष्टा निर्गमे वा प्रवेशे कार्ये निंद्या नोपकारेषु शस्ताः ॥
સાપ, ધૂડ, વાંદરા, ભૂંડ, ઘો, રીંછ, કાચંડો, સસલા, એટલાં પ્રાણીઓનું દર્શન ઘરમાંથી નીકળતાં અથવા રોગીના ઘરમાં પેસતાં સારૂં નથી. માટે ચિકિત્સાકાર્યમાં તે નિંદવા જેવાં છે તેમ ઉપકાર કરવાના કામમાં પણ તે સારાં નથી.
૧ રક્ષિને સવ્યવામે. ૬૦ ૧ સૌ.
For Private and Personal Use Only