________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ર.
હારીતસંહિતા.
અશ્મરીનાં અરિષ્ટ, प्रसूननाभिवृषणं रुद्धमूत्रं रुगन्वितम् ।
अश्मरी क्षपयत्याशु सिकताशर्करान्विता ॥
જે અશ્મરી ( પથરી) ના રેગવાળાની ડુંટી તથા વૃષણ સુજી ગયાં હોય, જેનું મૂત્ર બંધાયું હોય, પીડા થતી હોય, અને અશ્મરીમાંથી પિશાબ દ્વારા રેતીના કણ જેવી બારીક કણીઓ અથવા કાંકરી નીકળતી હોય, તે અશ્મરી રેગીને થોડાક દિવસમાં અંત આણે છે.
અપસ્મારનાં અરિષ્ટ पार्श्वभङ्गानविद्वेषशोफातीसारपीडितम् । बहुशोऽपस्मरन्तं तु क्षीणं च वलितभ्रुवम् । नेत्राभ्यां च विकुर्वाणमपस्मारो विनाशयेत् ॥ પાસાંમાં ભંગ થવો, અને દ્વેષ , સોજો થવો, અતીસારની પીડા ઉપજવી, ઘણે પ્રકારે સ્મૃતિને નાશ થે, શરીર ક્ષીણ થવું, આ બેની ભ્રમરે વળી જવી, નેત્ર વિકારવાળાં થવાં, એ સર્વે જે અપસ્માર (ફેફરા) ના રેગવાળાને થયું હોય તે અપસ્મારી નાશ પામે છે.
વાતવ્યાધિનાં અરિષ્ટ शूनं सुप्तत्वचं भग्नं कंपाध्माननिपीडितम् । रुजातिमन्तं च नरं वातव्याधिविनाशयेत् ॥
જે વાયુના રેગવાળાનું શરીર સૂજી ગયું હોય, જેની ત્વચા બહેર મારી ગઈ હોય, જેનાં અંગ વાયુના રેગથી ભાંગી ગયાં છે, જેનું શરીર વાયુના રેગથી કંપતું હોય, જે પેટ ચઢવાના રોગથી પીડાતે હોય, જેને છૂળ વગેરે પીડા થતી હોય, એવા વાયુના રેગવાળે મનુષ્ય નાશ પામે છે.
પ્રમેહનાં અરિષ્ટ यथोक्तोपद्वाविष्टमतिप्रस्नुतमेव च । पिडकपिडितं गाढं प्रमेहो हन्ति मानवम् ॥
For Private and Personal Use Only