________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૯
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
સદ્દોન્નના ગુણ
शीतलं मधुरं रूक्षं श्रमनं तर्पणं परम् । लघु द्रवं विपाके च सद्योऽन्नं वारिभावितम् ॥
પાણીમાં પલાળીને તૈયાર કરેલું તાત્કાલિક અન્ન શીતળ, મધુર, રૂક્ષ, શ્રમને નાશ કરનારૂં, અત્યંત તૃપ્તિ કરનારૂં, દ્રવરૂપ અને વિષાકમાં હલકું છે.
ખાંડભાતના ગુણ,
शीतलः पित्तशमनो भ्रममूर्च्छातृषापहः । खंडेन संयुतः श्रेष्ठः शिशिरे च बलाधिकः ॥
ખાંડની સાથે યુક્ત કરેલો ભાત શીતળ, પિત્તને શમાવનારા, ભ્રમ, મૂર્છા તથા તરસને દૂર કરનારે!, શ્રેષ્ટ તથા શિશિર ઋતુમાં અધિક બળ આપના છે.
ધાલયુક્ત ભાતના ગુણ,
शीतलं मधुरं साम्लमर्शोघ्नं दीपनं परम् । शूलघ्नं तर्पणं हृद्यं घोलभक्तं रुचिप्रदम् ॥
દહીંના મહા સાથે મિશ્ર કરેલા ભાત ઠંડા, મધુર, ખાટા, અર્શને મટાડનારો, જરાગ્નિને અતિ પ્રદિપ્ત કરનારા, શૂળને મટાડનારા, તૃપ્તિ કરનાર, હૃદયને હિતકર તથા રૂચિકારક છે.
જુવારના ભાતના ગુણ,
युगंधराणां भक्तश्च घनो विशदमाधुरः । करोति दोषनाशं च कासश्वासाग्निकस्मृतः ॥
જીવારને ભાત ધન, નિમલ તથા મધુર છે. તે દેખના નાશ
કરેછે તથા ખાંશી, શ્વાસ અને જડરાગ્નિનું દીપન કરેછે.
આંબલીના ગુણ,
मधुराम्ला गुरुर्वृष्या रुचिकृद्बलवर्धनी । दुर्जरा पित्तकृत्प्रोक्ता रूक्षा वातप्रकोपिनी ॥
For Private and Personal Use Only