________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સત્તરમ.
૧૩૩
सप्तदशोऽध्यायः।
ફળવર્ગ,
ફળની ગણના. आनं जम्बूश्च कोलं च दाडिमामलकं तथा। खर्जूरश्च परूषं च मातुलुङ्गं प्रियालजम् ॥ नारिङ्गं चाम्लिका चैव द्राक्षा च करमर्दकम् ।
क्षीरिका मधुराश्चैव फलवर्गे प्रकीर्तिताः॥ કેરી, જાંબ, બોર, દાડિમ, આમળાં, ખજૂર, ફાળસાં, બીજોરા, ચારોળીનાં ફળ, નારંગી, આંબલી, દ્રાક્ષ, કરમદાં, રાણુ, મીઠાં લીંબુ, એ સર્વે ફળવર્ગમાં કહેલાં છે.
કેરીના ગુણ अपक्वमानं फलमेव शस्तं संग्राहि पित्तासृजि कोपनं च। तथा विपक्कं मधुरं तथाम्लं भेद्यं सपित्तामयनाशनं च ॥
કેરી ફળ કાચું હોય તે હિતકર છે. કાચી કેરી મળને કબજ કુનારી તથા રક્તપિત્તને કોપાવનારી છે. કેરી પાકી હોય છે ત્યારે તે મધુર અને ખાટી હોય છે. પાકી કેરી મળને ભેદનારી તથા પિત્તના રેગને નાશ કરનારી છે.
જાંબુ વગેરે ફળના ગુણ जम्बू ही मधुरकफहा रोचनो वातहारी कोलं चाम्लं मधुरमथवा श्लेष्मलं ग्राहि शस्तम् । श्रेष्टं वातादिकरुजहरं दाडिमं चातिसारं हन्ति प्रोक्तं मधुरमथवा स्वादु राजादनं च ॥ જાંબુ મળને કબજે કરનાર, મધુર, કફને નાશ કરનાર, રૂચિ ઉ. ત્પન્ન કરનાર અને વાયુને નાશ કરનાર છે. બેર મીઠું હોય અથવા
૧
વા
....
For Private and Personal Use Only