________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય દશમે.
૧૦૧
ગુડખંડના ગુણ गुडखण्डश्व मधुरः सितश्च वातपित्तहा । किञ्चिच्छीतगुणोपेतो बल्यो वृष्यो रुचिप्रदः॥
તિ ગુરુવાજી: I ગળમાંથી થયેલી ખાંડ મધુર, ધોળી, વાયુ અને પિત્તને નાશ કરનારી, કાંઈક ઠંડી, બળ આપનારી, વીયે ઉત્પન્ન કરનારી તથા રૂચિ પેદા કરનારી છે.
ખાંડને ગુણ वातपित्तहरं शीतं स्निग्धं बल्यं मुखप्रियम् । चक्षुष्यं श्लेष्मकञ्चोक्तं खण्डं वृष्यतमं मतम् ॥
ખાંડ વાયુ અને પિત્તને હરનારી, ઠંડી, સ્નિગ્ધ, બળ આપનારી, મુખને પ્રિય લાગનારી, નેત્રને ફાયદે આપનારી, અને કફ કરનારી કહેલી છે. વળી તે વીર્યને ઉત્પન્ન કરનારી છે એમ પણ વૈદ્યનું મત છે.
સાકરના ગુણ, सिता सुमधुरा प्रोक्ता वृष्या शुक्रविवर्धनी। पित्तघ्नी मधुरा वल्या शर्कराप्यायिनी नृणाम् ॥ शर्करान्या सुशीता च कासशूलसमुद्भवा । हिता पित्तासृजि शोषे मूच्छांभ्रममदापहा ॥
તિ રાજુt: સાકર અત્યંત મધુર, ધાતુઓને ઉત્તેજન આપનાર, વીર્ય વૃદ્ધિ કરનારી, પિત્તને નાશ કરનારી, મધુર, બળ આપનારી, અને મનુષ્યને તૃપ્તિ કરનારી છે. બીજા એક પ્રકારની સાકર થાય છે તે અતિ ઠંડી, ખાંસી અને શળને ઉત્પન્ન કરનારી, રક્તપિત્તમાં તથા શેષ રોગમાં હિત કરનારી, અને મર્જી, શ્રમ તથા મદ (મીણ)ને દૂર કરનારી છે.
રેગપર ગોળની યોજના, गुदामये कामलशोषमेहे गुल्मामये पाण्डुहलीमके च । वाते सपित्तासृजि राजरोगी रुचिप्रदो रोगहरो गुडः स्यात् ॥
For Private and Personal Use Only