________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો બીજી પ્રસ્તાવના
સર્વદર્શનશિરેમણિ જૈન દર્શનના અનુગમાં દ્રવ્યાનુયોગને વિષય અતિ ગહન અને તત્વજ્ઞાનના અભિલાષિઓને અવશ્ય જાણવા યોગ્ય છે. જૈન મહાત્માઓએ ભવ્ય પ્રાણુઓના ઉપકાર માટે કેવા કેવા અમૂલ્ય ગ્રંથની રચના કરેલી છે, તે તેના પરિક્ષકને માલુમ પડે તેવું છે. જેના દર્શનના પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં એવા એવા ઉત્તમ ગ્રંથ છે કે હજી ઘણુ ગ્રંથોના નામ પણ સાંભળવામાં આવ્યા ન હોય ! તેવા ગ્રંથો પૈકીના આ બે ગ્રંથે ગુરગુણ. માળા યાને (ગુરુગુણુછવીશી) અને સમયસાર પ્રકરણ છે. આ બંને ગ્રંથ પૂર્વાચાર્યોની કૃતિના છે અને તે ગ્રંથની છેવટ આપેલી પ્રશસ્તિમાં તેના કર્તા કયા મહાપુરૂષો છે તથા તે કઈ સાલમાં બનેલ છે તે બતાવવામાં આવેલ છે.
૧ પ્રાતઃસ્મરણીય નવકારમંત્ર જેના ભાવપૂર્વક સ્મરણથી કોઈ પણ આત્માનું કલ્યાણ થઈ શકે છે. તેનું ત્રીજું પદ આચાર્ય ભગવાનનું છે. કલીકાલ પંચમ આરામાં આ ભૂમિમાં તિર્થકર મહારાજના અવિદ્યમાનપણાને લઈને ચંદ્ર સમાન આચાર્ય મહારાજને ભગવાનનું બિરૂદ આપવામાં આવેલ છે, કે જેઓ છત્રીશ ગુણે કરી બીરાજમાન છે. શાસ્ત્રકારે તેવી છત્રીશ છત્રીશી એટલે ૧ર૯૬ ગુણોએ કરી આચાર્ય ભગવાન બિરાજમાન છે તેમ કહેલું છે. આ ૧૨૯૬ ગુણોનું વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવેલું છે કે જે ગંભીરાઈ છે. આ ગ્રંથના કર્તા મહાપુરૂષ સુરિવરેના જે આ ૧૨૯૬ ગુણ ગાવાને પ્રવૃત્ત થયા છે, તે કામ બહસ્પતિ જેવાને પણ આ ગ્રંથની પ્રશસ્તિમાં એટલા માટે અશક્ય જણાવેલ છે કે વસ્તુતઃ સૂરિવરના ગુણ અનંતા પાર ન પમાય તેટલા છે, છતાં તેમાં પ્રવૃત્તિ કરવાનો હેતુ પ્રબળ ભક્તિ જણાવે છે. આવા મહાન પુરૂષના તેવા ગુણ જાણું ગુણગ્રામ કરવા તે પણ એક ભક્તિ છે. આપ્ત પુરૂષ કહે છે કે “ભક્તિ એ એક અજબ વશીકરણ છે કે જે મુક્તિને પણ નજીક ખેંચી લાવે છે.” આવા પ્રભાવશાળી સૂરિવરેના આવા ઉત્તમ ગુણો વાંચી કે સાંભળીને આપણું હૃદય તેવા ઉત્તમ ગુણ ગ્રહણ કરવા લાયક બને અને પ્રતિ તેવાજ સદ્દ
For Private and Personal Use Only