________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરગુણમાલા.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગ ગ, તેમાં અહિંસાદિક પાંચ યમ (મહાવ્રત) શાચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વર પ્રણિધાન એ પાંચ નિ. યમ. પદ્માસન, વીરાસન પ્રમુખ આસન, જે ચિત્તની ચપળતા ટાળી સ્થિર આસન એક પ્રહર પર્યત રહે તે આસન જય ખાય; રેચક, પૂરક, કુંભક વડે શ્વાસ,શ્વાસનું ધન તે દ્રવ્ય પ્રાણુયામ અને મલીન વિચારે કાઢી નાંખી શુદ્ધ સાત્વિક વિચારે અંતરમાં દાખલ કરી તેમને સ્થિર કરવા તે ભાવ પ્રાણાયામ, ઈન્દ્રિયેને તે તે વિષયમાં દેડતી નિયમવી તે પ્રત્યાહાર, ધ્યેયમાં એક સ્થળે ચિત્તને ટકાવી રાખવું તે ધારણા તે વિષયમાં એકાકારતા વધારે વખત સુધી ટકી રહે તે ધ્યાન અને ધ્યાતા, દયેય અને ધ્યાનની એકતા થવી (પિતાપણું ભૂલી જઈ ધયેયરૂપ બની જવું)તે સમાધિ. અષ્ટ મહા સિદ્ધિઓમાં આકડાના ફૂલ કરતાં પણ હળવા થવાય તે લઘિમા (૧), કર પ્રાણીઓને વશ કરી શકે તે વશિત્વ (૨), ઇન્દ્ર થકી પણ મહર્થિક થઈ શકે તે ઈશિત્વ (૩), જળમાં સ્થળની પેરે અને સ્થળમાં જળની પેરે ગતિ કરે તે પ્રાકામ્ય (૪), મેરૂથી પણ મોટું શરીર કરે તે મહિમા (૫), અને નાનામાં નાનું શરીર બનાવે તે અણિમા (૬), ઈચ્છા મુજબ જઈ આવી શકે તે કામાવસાયિત્વ (૭), અને ભૂમિ ઉપર રહે છતે સૂયોદિકને (અનાયાસે જોતજોતામાં) સ્પ તે પ્રાપ્તિ નામની સિદ્ધિ જાણવી. આઠ ગઠષ્ટિમાં ૧ મિત્રા, ૨ તારા, ૩ બલા, ૪ દીપા, ૫ સ્થિરા, ૬ કાન્તા, ૭ પ્રભા અને ૮ પરાનાં લક્ષણ તેના બોધ ઉપરથી જાણવા. તે દરેકમાં બોધ અને નુક્રમે તૃણ, છાણ, કાષ્ટ અગ્નિ, દીપક પ્રભા, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની પ્રભા સમાન સમજ. ચાર અનુગમાં–ચરણકરણાનુગ (૧), ધર્મકથાનુગ (૨), ગણિતાનુગ (૩), અને દ્રવ્યાનુગ (૪) તેમાં કુશળ એવા ૩૬ ગુણયુક્ત ગુરૂમહારાજા જ્યવંતા વર્તા! ૮)
For Private and Personal Use Only