________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar પ્રસ્તાવના. આ ધાતુસંગ્રહ કો સંસ્કૃત ભાષા અને ગુર્જરભાષા ભણનાને ઘણું ઉપયોગી છે. ગર્જરભાષા સંસ્કૃત ભાષા ઉપરથી થઈ છે તે આ કોરા જણાવે છે. શબ્દનું મૂળ ધાતુ હોય છે, માટે શબ્દ જાણવાની પૂર્વ ધાતુ જાણો. ત્યાર પછી ધાતને આખ્યાત પ્રત્યય લાગીને ક્રિયાપદ બને છે અને ત્ પ્રત્યય લાગીને નામ બને છે તે જાણવું. કેટલા ક્રિયાપદના અને કેટલા નામના અપભ્રંરા ગુર્જરભાષામાં થયા છે અને કેટલાના નથી થયા તે જાણવું. તે સહુ આ કોશમાં જણાવ્યું છે. ગુર્જર શાબ્દોનાં મૂળ ખોળિયે છિયે ત્યારે તે મૂળ સંસ્કૃતમાં નિકળે છે. ભારતખંડી આર્ય લોકો પ્રથમ સંસ્કૃત ભાષામાં બોલતા હતા. તેજ સંસ્કૃતભાષાનું રૂપ કાલાંતરે પલટાતાં ગુર્જરભાષા પ થયું છે. “ન ડે શ્વાસ " આ વાક્યનું ગુર્જરભાષામાં જેમ નદી કાંઠે ગાય ચરે એવું રુપ થયું; એવાં જ ખીજ વાકયોનાં રૂપ થયાં છે. સંસ્કૃતમાં કેટલા ધાતુ છે અને તેનાં ક્રિયાપદ અને નામ કેવાં થાય છે અને તેનો ગુર્જરભાષામાં કે વિકાર થાય છે એ જાણવાને વાતે આ કોશ કરી છે. જે ક્રિયાપદના તથા નામના ગુર્જર ભાષામાં વિકાર નથી થયા તે નથી લખ્યા, અને થયા છે તે લખ્યા છે. હેમચંદ્ર પંડિતે પ્રાકૃત વ્યાકરણ કરેલું છે તેમાં સંસ્કૃત શબ્દ ઉપરથી જે રીતિને અનુસરીને પ્રાકૃત પ થાય છે તે રીતિના ઉત્સર્ગ લખ્યા છે, તેમાંથી જે ઉત્સર્ગ ગર્જર શબ્દોમાં ઉપયોગના છે તે ઉત્સર્ગ એકઠા કરીને અને ઉત્સર્ગ પ્રકરણ આ કોશના અંગરૂપ લખ્યું છે. આ ઉત્સર્ગ પ્રકરણ વાંચતાં શબ્દવિકારની રીતિ દયાનમાં આવશે. હવે ધાતુકરા સમજવાનું અને થોડો વિચાર લખિયે છિયે. પાણિનીય વ્યાકરણ, હેમ વ્યાકરણ અને બોપદેવ વ્યાકરણ આ ત્રણ વ્યાકરના ધાતુપાઠ જોઈ અમે આ ધાતુસંગ્રહ ઓ છે. પાણિનીય વ્યાકરણને અભ્યાસ ભરતખંડમાં ઘણે ચાલે છે માટે ધાતુઓના અનુબંધ અમે પાણિનીય વ્યાકરણ પ્રમાણે લખ્યા છે. વ્યાકરણમાં અનુબંધ ઉપર કાર્યને આધાર છે માટે ધાતુઓના અનુબંધ લખવા જોઇએ માટે અમે તે લખ્યા છે. વ્યાકરણમાં તો ધાતુ ભેગા અનુબંધ લખેલા છે પણ અમે તો ધાતુ લખીને તેના અનુબંધ તેની પાસે દિકપાલ ચિન્હવએ લખ્યા છે. અષ્ટાંત-પાણિનીય For Private And Personal Use Only