________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NOT | યંકયિત | ROUP
જૈન જયતિ શાસનમ્
પરમાત્માએ સ્થાપેલ શાસન જણવંતુ વર્તે છે. પરમાત્માને કેવળ જ્ઞાન થતાંની સાથે જ દેવતાઓ ત્યાં સમવસરણની રચના કરે છે. જેમાં બેસી પ્રભુ દેશના આપે છે. પ્રથમ દેશના વખતે પરમાત્માના મુખમાંથી નીખળતી "ઉપૂનેઈ વા વિગમેઈ વા યુવેઈ વા" આ ત્રિપદી સાંભળતાં જ જેઓના શ્રત લબ્ધિનો મહાસાગર હિલોળે ચઢે છે અને અત્તમુહૂર્ત જેટલા ટુંકા સમયમાં દ્વાદશાંગીની રચના કરે છે. આવી વિશિષ્ટ શક્તિને ધારણા કરનાર તથા ગૌતમસ્વામિની જેમ વિશિષ્ટ લબ્ધિઓને ધારણ કરનારા ચોવીસ ભગવંતોના કુલ ૧૪૫ર ગણધરો આ અવસર્પિણી કાળમાં થયા છે... છેલ્લાં સેંકડો વર્ષોથી આ ગણધરોનાં નામ અપ્રાપ્ય હતાં. વાલકેશ્વર દેરાસરની સામે રહેતા નરોડા (અમદાવાદ) નિવાસી શ્રેષ્ઠિવર્યશ્રી દિનેશભાઈ હીરાલાલ શાહે વર્ષોની મહેનત બાદ ઘણી જ મુશ્કેલીથી મેળવ્યાં છે. આ મહા પૂજનનું આયોજન પણ તેમની પ્રેરણાથી અને તેમના સહકારથી ટ્રસ્ટે ગોઠવ્યું છે. પ્રાયઃ આવા પ્રકારનું આ પૂજન સેંકડો વર્ષોના ઈતિહાસમાં સૌ પ્રથમ જ વાર હશે... આ પૂજન જેઓ ભાવથી કરે છે અને કરાવે છે તેઓ લબ્ધિને પણ મેળવે છે અને હળુકર્મી બની નિકટ મોક્ષાગામી થાય છે. લબ્ધિવંતોની પૂજાથી લબ્ધિવંત બની શકાય આવા લબ્ધિધરોને પ્રાર્થના કરશું કે જગતના સર્વ જીવોનું કલ્યાણ કરે.
આ પુસ્તકના ઝડપી અને આકર્ષક તથા સુંદર મુદ્રણ કરી આપવા બદલ પારસ પ્રિન્ટર્સ (મલાડ) રાશમવાળા કલ્યાણ મિત્ર સમા કલ્પેશભાઈ શાહને કેમ ભૂલી.
શકાય.
ટુંક સમયમાં અને થોડી ઉતાવળથી સંકલન કર્યું હોવાથી ક્ષતિ રહી જવાની સંભાવના છે જ રહી ગયેલી ક્ષતિ માટે મહાત્માઓ કે ક્રિયાકારકો ધ્યાન ધોરશે તો તેઓનો અત્યંત આભારી રહીશ.
અંતમાં આ વિધિ દ્વારા ગામે ગામ આવાં અનુષ્ઠાન નાના-મોટા પાયે થતાં રહે અને અશાંતિમય આ વિશ્વમાં સર્વત્ર શાન્તિ પ્રસરે એવી ભાવના સાથે.
સં. ૨૦૫૯ શ્રાવણ સુદ-૫ શનિવાર
પં. મહેશભાઈ એફ. શેઠ. ૧૩, જ્ઞાનમંદિર, જીતેન્દ્ર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૭. ફોન : ૨૮૭૭ ૯૧૫૩
For Private and Personal Use Only