________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપેલ નથી. તેઓશ્રીએ નીચે જણાવેલી પૂજાઓ સાથે જણાવે સંવતમાં બનાવેલી છે.
૧ સ્નાત્ર પૂજા–કર્યા સંવત આપેલ નથી. ૨. સં. ૧૮૫૮ અષ્ટ પ્રકારી પૂજા. ૩. સં. ૧૮૭૪ ચેસઠ પ્રકારી પૂજા. ૪. સં. ૧૮૮૧ પીસ્તાળીશ આગમની પૂજા. ૫. સં. ૧૮૮૪ નવાણું પ્રકારી પૂજા. ૬. સં. ૧૮૮૭ બાર વ્રતની પૂજા. ૭. સં. ૧૮૮૯ પંચ કલ્યાણકની પૂજા.
તેઓશ્રીએ નીચે જણાવેલા રાસે પણ બનાવ્યા છે. ૧. સં. ૧૮૮૧ ચંદ્રશેખરને રાસ. ૨. સં. ૧૮૯૬ ધમ્મીલકુમારને રાસ. ૩. સં. ૧૯૦૨ સુરસુંદરીને રાસ.
આ સિવાય શિયળવેલ, ઢાળિયા, હિતશિક્ષા છત્રીશ્રી અને પરચુરણ સ્તવનાદિ તેમણે ઘણું બનાવેલ છે. તેની સંપૂર્ણ માહિતી તેમના ચરિત્રમાં આપેલ છે. પ્રશ્નચિંતામણિ નામને પ્રશ્નોતરને સંસ્કૃત ગ્રંથ પણ તેમણે રચેલ છે.
આ પૂજા પ્રથમ અર્થ સહિત મુનિ ચારિત્રવિજયજીની સહાયતાથી મોહનલાલ અમરશીએ ભાષાંતર કરીને સંવત ૧૯૬૫ માં છપાવેલ, પરંતુ તે પુસ્તક મળતું ન હોવાથી તેમ જ તેમાં કેટલેક સુધારા વધારે કરવાની આવશ્યકતા જણાવાથી બનતા પ્રયાસે જેમ વધારે ઉપયોગી થાય તેમ સંવત ૧૯૮૧ માં તૈયાર કરીને અમારા તરફથી છપાવવામાં આવી હતી. તે પુસ્તક પણ મળતું ન હોવાથી તેમાં કેટલેક સુધારા-વધારો કરીને આ તેની બીજી આવૃત્તિ કરવામાં આવી છે.
For Private and Personal Use Only