________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પૂજાઓના અર્થ લખવામાં કર્મગ્રંથને સારા ને તાજો બંધ હોવાની આવશ્યકતા છે. તદનુસાર અર્થ લખતાં છવાસ્થપણાથી ભૂલ થવાનો સંભવ છે તેથી લક્ષપૂર્વક સુધારીને વાંચવા વિનંતિ છે.
પ્રથમ વિભાગમાં આઠે કર્મની ચેસઠ પૂજા ને કળશ અર્થ સાથે પૃષ્ઠ ૨૧૮માં પૂર્ણ થાય છે. ત્યારપછી કર્મસૂદન તપનું યંત્ર અને તે તપ કરતી વખત હંમેશ કરવાની વિધિ વિગેરે આપવામાં આવેલ છે.
વિભાગ બીજામાં પ્રારંભથી કથાઓની શરૂઆત થાય છે તે પૃષ્ઠ ૨૨૩ થી ૩૧૪ પર્યત આપેલ છે. એમાં કુલ ૨૫ કથાઓ આપવામાં આવેલ છે. દરેક કથાઓ જુદા જુદા સ્થળેથી લેવામાં આવી છે અને અસરકારક ભાષામાં કેટલીક હિતશિક્ષા સાથે લખવામાં આવી છે. * જિનેશ્વરકત ૧૧ પ્રકારના તપમાં આ ત૫ ૧૧ મે કર્મસૂદન નામથી શ્રી આચારદિનકરના તવિધિ નામના ૩૯ મા ઉદયમાં છાપેલ પ્રતના પાને ૩૩૮ મે આપેલ છે. તેમાં આ તપને અંગે ઉપવાસ, એકભકત, એકસિકથ, એક સ્થાન, એક દત્તિ, નિર્વિકૃતિક, આચાગ્લ અને અષ્ટ કવળ-એ આઠ તપના નામ આપેલા છે; તેથી આ તપ સર્વજ્ઞમૂળક છે એમ સિદ્ધ થાય છે. | નિકાચિત કર્મોને ખપાવવામાં શાસ્ત્રકારે તપનું બળવાનપણું કહ્યું છે. તેમાં પણ આ તપ તે ખાસ કર્મોનું જ સૂદન, તેને જ નાશ કરવા માટે કરવાનું છેતેથી છતી શક્તિએ શ્રાવક-શ્રાવિકાઓએ અવશ્ય આ તપની આઠ ઓળી ૬૪ દિવસ પ્રમાણે કરવી, અને તેની પ્રાંતે અથવા મધ્યમાં શક્તિ પ્રમાણે તે તપને ઉજવવા માટે–તેના ફળમાં વૃદ્ધિ કરવા માટે ઉઘાપન કરવું, અર્થાત અષ્ટાબ્દિકા મહત્સવ કરે. તેમાં ૮ દિવસ મળીને આ ૬૪ પૂજા જ ભણાવવી. મનુષ્ય જિંદગીમાં આ એક ખાસ કર્તવ્ય છે એમ સમજવાનું છે.
આ પૂજાના કર્તા પંડિત શ્રી વીરવિજ્યજીનું જન્મચરિત્ર અહીં લખવું જોઈએ પણ તે ચરિત્ર આ સભાએ જ જુદું છપાવેલ હેવાથી અહીં
For Private and Personal Use Only