________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મકલ્યાણકે-જળપૂજા
(૩૩૩) જેવા; હય કાસર કેસરી નાગ, ફણું ગરુડ ચડ્યા કેઈ છાગ પ્રભુ ૪, વાહન વૈમાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ; કેઈ બોલે કરતા તાડા, સાંકડા ભાઈ પર્વના દહાડા. પ્રભુ ૫. ઈહાં આવ્યા સવે આનંદે, જિનજનનીને હરિ વંદે; પાંચ રૂપે હરિ પ્રભુ હાથ, એક છત્ર ધરે શિરનાથ, પ્રભુ ૬. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે જઈ મેરુ ધરી ઉછંગે, ઇંદ્ર ચોસઠ મળિયા રંગે. પ્રભુ ૭. ખીરાદક ગંગા "વાણી, માગધ વરદામના પાણી; જાતિ આઠના કળશ ભરીને, અતીશું અભિષેક કરીને. પ્રભુ ૮ દીવો મંગળ આરતિ કીજે, ચંદન કુસુમે કરી પૂજે; ગીત વાજીત્રના બહુ ઠાઠ, આળેખે મંગળ આઠ. પ્રભુo ૯ ઈત્યાદિક ઓચ્છવ કરતા, જઈ માતા પાસે ધરતા; કુંડળ યુગ વસ્ત્ર એશકે, દડ ગેડી-રતનમય મૂકે. પ્રભુત્ર ૧૦. કેડી બત્રીશ રત્ન રૂપિયા, વરસાવી ઇંદ્ર ઉચ્ચરિયા: જિનમાતાજું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છેદ, પ્રભુ ૧૧. અંગૂઠે અમૃત વાહી, નંદીશ્વર કરે અહી; દેઈ રાજા પુત્ર વધોઈ, ઘેર ઘેર તેરણ વિચાઈ. પ્રભુ૧૨. દશ દિન ઓચ્છવ મંડાવે, બારમે દિન નાત જમાવે; નામ થાપે પાર્શ્વકુમાર, શુભવીરવિજય જયકાર, પ્રભુo ૧૩, ૧ પાડા. ૨ હસ્તિ. ૩ બેકડા. ૪ ખોળામાં. ૫ પાણ.
For Private and Personal Use Only