________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભા ગ ૩ જે
પંડિત શ્રી વીરવિજયજીકૃત $ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
અર્થભાવાર્થ યુક્ત
च्यवन कल्याणके प्रथम पुष्पपूजा
દેહા શ્રી શંખેશ્વર પાસજી, સુરતરુ સમ અવદાત; પુરિસાદાણી પાસજી, વદ્દર્શન વિખ્યાત. ૧ પંચમે આરે પ્રાણીઓ, સમરે ઊઠી સવાર; વાંચ્છિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર, અવસર્પિણી ત્રેવીસમા, પાર્શ્વનાથ જબ હુંત, તસ ગણધર પદ પામીને, થાશે શિવવધૂ મંત. ૩ દામોદર જિનમુખ સુણી, નિજ આતમ ઉદ્ધાર; તદા અષાઢી શ્રાવકે, મૂર્તિ ભરાવી સાર. ૪ સુવિહિત આચારજ કને, અંજનશલાકા કીધ; પંચકલ્યાણક ઉત્સવે, માનુ વચન જ લીધ, સિદ્ધ સ્વરૂપ રમણ ભણી, નૌતમ પડિમા જેહ; થાયી પંચકલ્યાણકે, પૂજે ધન્ય નર તેહ. ૬
For Private and Personal Use Only