________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃગ, બળદેવ ને રથકારની કથા (૩૧) આવ્યે. કાષ્ટવાહક જે રથ બનાવનારે હતો અને તેને ગ્ય કાણો. લેવા ત્યાં આવ્યો હતો તેણે મુનિને જોઈને પિતાની પાસેની ભજનની વસ્તુઓ ગ્રહણ કરવા વિનંતિ કરી. મુનિએ તેની પ્રાર્થના સ્વીકારી. હવે તે રથકાર આહાર વહેરાવતાં પિતાના આત્માને ધન્ય માને છે. પેલો હરણ તેના દાનની અનમેદના કરે છે કે“ધન્ય છે! આ રથકારને કે જે આવું ઉત્તમ મુનિદાન આપે છે. હું તિયચ જાતિમાં હોવાથી મુનિદાન આપી શકું તેમ નથી તેથી લાચાર છું.” મુનિ પિતાના શુભ ભાવમાં વતે છે તે વખતે જ અકસ્માત જે ડાળી નીચે તે ત્રણે ઊભા હતા તે ડાળી અરધી. કાપેલી હોવાથી તૂટી પડી. જેના મજબૂત આંચકાથી, પ્રહારથી અને વજનથી મુનિ, મૃગ અને રથકાર ત્રણે તે જ વખતે મૃત્યુ પામીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. .
આ પ્રમાણે કેટલી વખત કરનાર, કરાવનાર ને અનુમોદનાર સરખા ફળને પ્રાપ્ત કરે છે. આ દષ્ટાંત ચેસઠ પ્રકારી પૂજાના કર્તા શ્રી વીરવિજયજી પંડિત તેના કળશમાં ઘટાવીને કહે છે કે આ પૂજા ખુશાલવિજય માનવિજય વિબુધના આગ્રહથી મેં રચી છે અને ગુમાનચંદના પુત્ર ભવાનચંદે તેની અનુમોદના કરી છે, એટલે તે ત્રણે સમાન ફળના ભાગીદાર થવા એગ્ય છે.
รลลลลลลลลลลลลล
વિભાગ બીજે સંપૂર્ણ
severeuevereveu
For Private and Personal Use Only