________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવરાજર્ષિની કથા.
(૨૩૯) આવ્યા અને ગોચરીની આલોચના કરી. પછી સઘળી પરિષદની વચમાં ગૌતમસ્વામીએ પ્રભુને શિવરાજર્ષિ સંબંધી સઘળું વૃત્તાંત નિવેદન કર્યું અને અંજળીપૂર્વક પ્રભુને પ્રશ્ન કર્યો કે-“હે ભગવન્! શિવરાજર્ષિનું એ કથન સત્ય છે કે મૃષા ?” કેવળજ્ઞાની પ્રભુએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે–“હે આયુશ્મન ગૌતમ! શિવરાજર્ષિનું એ કથન મિથ્યા છે, કેમકે આ તિર્યકમાં સાત નહિ પણ જબૂદ્વીપ વિગેરે અસંખ્યાતા દ્વીપ અને લવણસમુદ્ર વિગેરે અસંખ્યાતા સમુદ્રો રહેલા છે. સર્વ દ્વીપમાં એક જબૂદ્વીપ ઝાલરના આકારવાળે છે અને બાકીના સર્વ દ્વીપ તેમજ સઘળા સમુદ્રો વલયાકારે છે. વિસ્તારમાં એ દ્વીપ અને સમુદ્રો કમશ: એકએકથી બમણું બમણુ પ્રમાણવાળા છે.” મહાન પરિષદ સમક્ષ અપાયેલ પ્રભુને આ પ્રત્યુત્તર સાંભળી પરિષદમાં રહેલા અનેક મનુષ્યના હૃદયગત સંશય દૂર થયા. ત્યારપછી પ્રભુની મધુરી અને મનરંજક દેશના સમાપ્ત થયે સઘળી પરિષદ આનંદપુલક્તિ હૃદયે પ્રભુને વંદન-નમસ્કાર કરી સ્વસ્થાને જવા માટે ઉદ્યાનમાંથી નગર તરફ વળી. ત્યારપછી સ્થળે સ્થળે લેકસમૂહમાં એ જ વાત ફેલાઈ કે “ શિવરાજર્ષિનું કથન મૃષા છે.” શિવરાજર્ષિ પણ લેકે મારફત એ હકીકત જાણ મહાઉદ્વેગ પામ્યા. કલુષતા થવાથી તેમનું વિર્ભાગજ્ઞાન પડી ગયું અને તરત જ શિવરાજર્ષિના અંતરમાં શુભ સંક૯૫ ઉત્પન્ન થયે.
અહે! પ્રભુ મહાવીર તીર્થકર સર્વજ્ઞ સર્વદશી આકાશમાં રહેલ ધર્મચકાદિ અતિશય ઋદ્ધિ સહિત સહસ્સામ્રવનમાં બિરાજેલા છે. આવા પ્રભુના નામશેત્રનું શ્રવણ પણ પાપને હરનારું છે, તે પછી તેમનું દર્શન, સ્પર્શન અને સેવાની તે વાત જ શી કરવી? હમણાં જ હું એ પ્રભુની પાસે જાઉં, તેમને વંદન નમસ્કાર કરી મારા આત્માને કૃતકૃત્ય કરું. એમની સેવા આ ભવ અને પરભવમાં મને અવશ્ય અમેઘ ફળ આપનારી થશે.”
For Private and Personal Use Only