________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૮)
ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ
-~~
અપહ, માર્ગણા અને ગવેષણા કરતાં વિલંગ નામનું અજ્ઞાન (કુત્સિત જ્ઞાન) ઉત્પન્ન થયું, જે વિર્ભાગજ્ઞાનના પ્રભાવે શિવરાજર્ષિએ તિર્જીકમાં રહેલા સાત દ્વીપ સમુદ્રોને નિહાળતાં હૃદયમાં સંકલ્પ થયે કે-“મને સાતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયાં છે, જે દ્વારા હું સાત દ્વીપ સમુદ્રો જોઈ રહ્યો છું. આ સાત દ્વીપ સમુદ્રોથી અધિક દ્વીપ સમુદ્ર નથી.”
આ પ્રમાણે વિચાર કરતાં શિવરાજર્ષિ આતાપનાભૂમિમાંથી પાછા ફરી પોતાની ઝૂંપડીમાં આવ્યા. તાપસભાજને ગ્રહણ કરી હસ્તિનાપુર નગરમાં રહેલા તાપસના આશ્રમમાં આવ્યાં. ત્યાં સઘળાં ભાજને મૂકી હસ્તિનાપુરના રાજમાર્ગ વિગેરે સ્થળોમાં અનેક મનુષ્ય સમક્ષ કહેવા લાગ્યા કે “ હે દેવાનુપ્રિયે ! મને સાતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયાં છે, જેના પ્રભાવે હું કહી શકું છું કે–આ દુનિયામાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે. ત્યારપછી એક પણ દ્વીપ કે સમુદ્ર નથી.”
શિવરાજર્ષિનું ઉપર્યુક્ત કથન નગરમાં સર્વત્ર ફેલાયું અને પરસ્પર લોકોમાં વાતે ચાલવા માંડી કે “તેમનું આ કથન બરાબર હશે?”
આ અવસરે અંતિમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુ ગૌતમ વિગેરે ગણધરની સાથે હસ્તિનાપુર નગરની બહાર ઈશાન કેણમાં રહેલા સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં સમવસર્યા. - ભગવાન ગૌતમ ગણધર પ્રભુના જ્યેષ્ઠ અંતેવાસી છઠ્ઠ તપના પારણે પ્રભુની આજ્ઞા લઈને તૃતીય પૌરુષીએ ઈર્યાસમિતિ શોધતા ગોચરી નિમિત્ત હસ્તિનાપુરમાં પધાર્યા. માર્ગમાં જતા-આવતા ઘણા મનુષ્યના મુખથી શિવરાજર્ષિની સઘળી હકીકત જાણું પિતાને ગ્ય વિશુદ્ધ ભિક્ષા ગ્રહણ કરી ગૌતમસ્વામી પ્રભુ પાસે
For Private and Personal Use Only