________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂજા
(૧૭)
-
-
પ્રક્ષાલ કરી નહીં તે માતંગ(ઢેઢ) અથવા હલકી નિંદિત જાતિમાં ઉપજે છે અને તેને દુર્ગધીની ખાળ કાઢવી પડે છે. ૧–૨. વળી તમારી સ્પર્શના નહીં કરવાના વિચારવાળા જીવો માળી, ગેવાળ, તેલી (ઘાંચી), કેળી, મેચી ને શુચિ કરનારા ઢેઢ અર્થાત્ ભંગી થાય છે, અથવા તે પાપી ત્રણ પ્રકારનું * હલકું વનચરપણું (તિર્યચપણું) પામે છે કે જેને લેકે સ્પર્શ પણ કરતા નથી. ૩. વળી તમારી આશાતને કરનારા વણિમગના (હલકા વ્યાપારીના) અને બ્રાહ્મણ, રાંક, કેળી અથવા બીજા ભિક્ષુકના કુળમાં અવતરે છે. તમને દર્શન નિમિત્તે જે મસ્તક નમાવતા નથી તેને મસ્તક ઉપર પારકા ભાર વહન કરવા પડે છે–મજૂર થવું પડે છે. ૫. પૂર્વભવમાં-પાછલા ભવમાં પ્રભુની કે દેવગુરુ વિગેરેની નિંદા કરવાની ટેવવાળા ગધેડા કે શિયાળીઆ જેવા હલકી જાતિના તિર્યંચ થાય છે અથવા કીબીષિયા દેવ થાય છે કે જેને દેવોની આગળ ઝાડુ કાઢવું પડે છે-સાફસૂફ રાખવું પડે છે. ૫. જુઓ ! કુળને મદ કરવાથી મરિચી અનેક ભવમાં વિપ્ર અને ત્રિદંડી થયેલ છે અને છેવટ શુભવીરના ભાવમાં પણ દેવાનંદાની કુક્ષીમાં ઉપજવું પડેલ છે-તેને ઘેર જાય છે; તેથી પરનિદા ન કરવી, કુળાદિકને મદ ન કર અને પરમાત્માની ભક્તિ કરવી; એથી વિપરીત રીતે વર્તનારને ઉપર જણાવેલા નીચકુળાદિકની પ્રાપ્તિ થાય છે. ૬.
કાવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે-નીચત્રને ઉદય નિવારવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ.
* ગધેડે, શિયાળ ને ભુંડ.
For Private and Personal Use Only