________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ દિવસઆયુષ્ય કર્મ નિવારણ પૂજા
(૧૯)
દેવપણાના સુખને પણ શિવસુખના સાધકપણામાં બાધકરૂપ હોવાથી દુ:ખરૂપ માને છે. બારમા દેવલોક સુધીના કપપપન્ન દેવે પ્રભુના કલ્યાણકના રંગમાં ભીના રહ્યાસતા અર્થાત તીર્થકરોના કલ્યાણકાદિકને મહોત્સવ કરતા સતા અને શુભવીર પરમાત્માના વચનરસમાં લીન થયા સતા પિતાના આયુષ્યને નિર્ગમાવે છેવ્યતીત કરે છે. ૭.
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે દેવાયુરૂપ બેડીને તોડવા માટે અમે પ્રભુની ચંદનપૂજા કરીએ છીએ.
-
तृतीय पुष्पपूजा
દુહા ત્રીજી કુસુમની પૂજના, પૂજે નિત્ય જિનરાય; પંડિત સંગ કરે સદા, શાસ્ત્ર ભણે ધરે ન્યાય. ૧ ન્યાયે ઉપરાજણ કરે, જયણાયુત મુનિદાન; ભદ્રક ભાવે નવિ કરે, આરંભ નિંદા ઠાણ. પરઉપગારાદિ ગુણે, બાંધે મણુઅનું આય; તુજ શાસન રસિયા થઈ, શિવમાર્ગ કેઈ જાય. ૩
ઢાળી (આસરા ગી-એ દેશી.) કુસુમની પૂજા કર્મ નસાવે, નાગકેતુ પરે ભાવે રે,
For Private and Personal Use Only