________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पढियव्वं सम्मं सोयव्वं सम्मं अगुपेहियवंति ॥
તથા શુભકર્મના અનુબંધ સહેજે એકઠા થવા પામે છે, ભાવની વૃદ્ધિવડે ખૂબ યાને સંપૂર્ણ થવા પામે છે; તથા પ્રધાન, શુભ ભાવાજિત, નિશ્ચય ફળદાયી સાનુબંધ શુભકર્મ, સારી રીતે પ્રયોજેલા મહા વૈઘની પેરે એકાંત કલ્યાણકારી, શુભ પ્રવર્તક અને પરંપરાએ પરમસુખ, મોક્ષસાધક થાય છે. આ કારણથી પ્રતિબંધ રહિત નિયણુિ રહિત અશુભ ભાવના નિરોધવડે શુભ ભાવનાના બીજરૂપ જાણીને આ સૂત્રને પ્રશાત આત્માએ રૂડી એકાગ્રતા -સ્થિરતાથી સારી રીતે ભણવું, વ્યાખ્યાન વિધિવડે સાંભળવું અને તેના અર્થ રહસ્યનું ચિંતવન કરવું.
नमो नमिय नमियाणं परम
For Private And Personal Use Only