________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ દષ્ટાંત –મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિરાજર્ષિ અને શક્રેદ્રનો વૈરાગ્યપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજે. શ્વર હતા. સ્ત્રી પુત્રાદિકથી વિશેષ દુઃખને સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજે શ્વરે કિંચિત્ વિભ્રમ કર્યો નથી. શકેંદ્ર પ્રથમ નમિરાજષિ
જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે –
વિપ્ર –હે રાજા ! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કેલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાંના દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસારપરિભ્રમણનું કારણ ગણુને તું ત્યાં જા. ભેળો ન થા.
નમિરાજ (ગૌરવ ભરેલાં વચનેથી) હે વિપ્ર ! તુ જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચે હતું તેની મધ્યમાં એક વૃક્ષ હતું. શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર પુષ્પ અને ફળથી તે સહિત હતું, નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુઃખાત ને શરણરહિત થયાથી આકંદ કરે છે. વૃક્ષને પિતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી; પિતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શેકાર્તા છે.
For Private And Personal Use Only