________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
અળગી નહાતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજ! એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં. એ જ મારું અનાથપણું હતું. એમ કોઈને પ્રેમથી, કોઈના ઔષધથી, કેઈન વિલાપથી કે કેઈના પરિશ્રમથી એ રોગ ઉપશમે નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભેગવી.
પછી અનંત સંસારથી ખેદ પામ્યું. એક વાર જે હું આ મહા વિડંબનામય વેદનાથી મુક્ત થાઉં તે ખેતી, દંતી અને નિરારંભી પ્રત્રજ્યાને ધારણ કરું, એમ ચિતવતે હું શયન કરી ગયે. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હું મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ અને હું નિરોગી થયે. માત, સાત અને સ્વજન, બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મહા ક્ષમાવત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આરે ભેપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માને નાથ થયે. સર્વ પ્રકારના જીવન હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિક રાજાના મન પર દઢ કરી. હવે બીજે ઉપદેશ તેને અનુકૂળ કહે છે.
હે રાજા! આ આપણે આત્મા જ દુઃખની ભરેલી વૈતરણ કરનાર છે. આપણે આત્મા જ ક્રૂર શામલી વૃક્ષના દુઃખને ઉપજાવનાર છે. આપણે આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દુધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે. આપણે આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણે આત્મા જ કર્મને કરનાર છે. આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે. આપણે આત્મા જ દુઃખ
For Private And Personal Use Only