________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનામેાધ
૧૨
નગરની બહાર આવ્યે. આવીને એક ઝાડ તળે બેઠે. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલે એવા પેાતાના જળના ઘડા મૂકચો; એક બાજુએ પેાતાની ફાટીતૂટી મિલન ગેઇડી મૂકી અને એક બાજુએ પેાતે તે ભેાજન લઈને બેઠા. રાજી રાજી થતાં કેઈ દિવસે તેણે નહિ દીઠેલું એવું ભાજન એણે ખાઈને પૂરું કર્યું. ભાજનને સ્વધામ પહેાંચાડચા પછી એશિકે એક પથ્થર મૂકીને તે સૂતે. ભોજનના મદથી જરા વારમાં તેની આંખા મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયે ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પેાતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યા છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે, દેશ આખામાં તેના વિજયને કે વાગી ગયે છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચર ઉભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારે પાકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કયુ છે; દેવાંગના જેવી સ્ત્રીએ તેને પાચંપન કરે છે, એક બાજુથી મનુષ્યા પખાવડે સુગંધી પવન ઢાળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેના રોમાંચ ઉલ્લુસી ગયાં. તે જાણે પાતે ખરેખર તેવું સુખ ભાગવે છે એવું તે માનવા લાગ્યા. એવામાં સૂર્ય દેવ વાદળાંથી ઢંકાઈ ગયેા; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજ ચઢી આવ્યા; સત્ર અંધકાર વ્યાપી ગયા; મૂશળધાર વરસાદ પડશે એવા દેખાવ થઈ ગયા; અને ગાજવીજથી એક સઘન કડાકેા થયેા. કડાકાના પ્રખળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત
<<
ખમા ! ખમા !”
For Private And Personal Use Only