________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
મેક્ષમાળા દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગીતા, સત્યતા અને જગતહિતસ્વિતા.
શિક્ષાપાઠ ૯૬. તત્ત્વાવબેધ, ભાગ ૧૫:–
ન્યાયપૂર્વક આટલું મારે પણ માન્ય રાખવું જોઈએ કે જ્યારે એક દર્શનને પરિપૂર્ણ કહી વાત સિદ્ધ કરવી હોય ત્યારે પ્રતિપક્ષની મધ્યસ્થબુદ્ધિથી અપૂર્ણતા દર્શાવવી જોઈએ. અને એ બે વાત પર વિવેચન કરવા જેટલી અહીં જ નથી; તે પણ થોડું થોડું કહેતો આવ્યો છું. મુખ્યત્વે જે વાત છે તે આ છે કે એ મારી વાત જેને રુચિકર થતી ન હોય કે અસંભવિત લાગતી હોય તેણે જૈનતત્ત્વવિજ્ઞાની શાસ્ત્રો અને અન્ય તત્ત્વવિજ્ઞાની શાસ્ત્રો મધ્યસ્થબુદ્ધિથી મનન કરી ન્યાયને કાટે તેલન કરવું. એ ઉપરથી અવશ્ય એટલું મહાવાક્ય નીકળશે, કે જે આગળ નગારા પર ડાંડી ઠેકીને કહેવાયું હતું તે ખરું હતું.
જગત ગાડરિયે પ્રવાહ છે. ધર્મના મતભેદ સંબંધીના શિક્ષાપાઠમાં દર્શિત કર્યા પ્રમાણે અનેક ધર્મમતની જાળ લાગી પડી છે. વિશુદ્ધાત્મા કેઈક જ થાય છે. વિવેકથી તત્ત્વને કઈક જ શેધે છે. એટલે મને કંઈ વિશેષ ખેદ નથી કે જેનતત્ત્વને અન્યદર્શનીઓ શા માટે જાણતા નથી? એ આશંકા કરવારૂપ નથી.
છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને
For Private And Personal Use Only