________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
મેક્ષમાળા ઉત્તરઃ—એ તમારી શંકા સહજમાં સમાધાન થઈ શકે તેવી છે. ત્યાગવારૂપ પણ જાણવા અવશ્ય છે. સર્વજ્ઞ પણ સર્વ પ્રકારના પ્રપંચને જાણી રહ્યા છે. ત્યાગવારૂપ વસ્તુને જાણવાનું મૂળતત્ત્વ આ છે કે જે તે જાણી ન હોય તે અત્યાજ્ય ગણી કઈ વખત સેવી જવાય. એક ગામથી બીજે પહોંચતાં સુધી વાટમાં જે જે ગામ આવવાનાં હોય તેને રસ્તો પણ પૂછ પડે છે, નહીં તે જ્યાં જવાનું છે ત્યાં ન પહોંચી શકાય. એ ગામ જેમ પૂછજ્યાં પણ ત્યાં વાસ કર્યો નહીં તેમ પાપાદિક ત જાણવાં પણ ગ્રહણ કરવાં નહીં. જેમ વાટમાં આવતાં ગામને ત્યાગ કર્યો તેમ તેને પણ ત્યાગ કરે અવશ્ય છે.
શિક્ષાપાઠ ૮૪. તત્ત્વાધ, ભાગ ૩:
નવતત્વનું કાળભેદે જે સત્પરુષે ગુગમ્યતાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસન પૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પરુષે મહા પુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞપુરુ
ને મારે વિનયભાવભૂષિત એ જ બંધ છે કે નવતત્ત્વને સ્વબુદ્ધિઅનુસાર યથાર્થ જાણવાં.
મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર કિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દષ્ટિગોચર છે. વર્તમાન શેપમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દેઢ અબજની ગણાઈ છે તેમાં સર્વ ગછની મળીને જેન પ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે
For Private And Personal Use Only