________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ર
મોક્ષમાળા બુદ્ધિથી જે ય કરે છે, તે સત્પરુષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે.
સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંતભેદ ભાવથી ભરેલી છે; એ શિલીને પરિપૂર્ણ તે સર્વજ્ઞ અને સર્વદશ જ જાણી શકે; છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપગથી યથામતિ નવતત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવતત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનને ઉદય થાય છે. નવતત્ત્વમાં કાલેકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્વજ્ઞાન સંબંધી દષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજ્વલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનને નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમજ સુશીલયુક્ત જે તત્ત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહભાગી છે.
એ નવતત્વનાં નામ આગળના શિક્ષાપાઠમાં હું કહી ગયે છું; એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોને મહાન ગ્રંથેથી અવશ્ય મેળવવું; કારણ સિદ્ધાંતમાં જે જે કહ્યું છે, તે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્યવિરચિત ગ્રંથ છે. એ ગુરુગમ્યરૂપ પણ છે. નય, નિક્ષેપ અને પ્રમાણભેદ નવતત્વના જ્ઞાનમાં અવશ્યના છે; અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવંતોએ આપી છે.
For Private And Personal Use Only