________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૯૭
નથી. એના સેમા ભાગની કે હજારમા ભાગની પણ મનહર ચીજ અહીં નથી.
કુટુંબીઓ–ત્યારે તે તું બોલ્યા વિના બેઠો રહે. તને બ્રમણ થઈ છે; આથી તે પછી સારું શું હશે?
હે ગૌતમ! જેમ એ ભીલરાજવૈભવસુખ ભોગવી આવ્યું હતે; તેમજ જાણતા હત; છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતો નહોતે, તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મેક્ષનાં સુખનાં અસંખ્યાતમા ભાગને પણ એગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતે નથી.
મક્ષના સ્વરૂપ વિષે શંકા કરનારા તે કુતર્કવાદી છે, એઓને ક્ષણિક સુખસંબંધી વિચાર આડે સસુખને વિચાર નથી. કેઈ આત્મિક જ્ઞાનહીન એમ પણ કહે છે કે, આથી કેઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં એટલે અનંત અવ્યાબાધ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે; પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી અને જાણવામાં આવે તો માત્ર સ્વપાધિનું મિયાપણું આવે; જેની કંઈ અસર પણ થાય. એ સ્વપ્ના વગરની નિદ્રા જેમાં સૂક્ષ્મ સ્થલ સર્વ જાણી અને દેખી શકાય અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય તે તેનું તે વર્ણન શું કરી શકે? એને ઉપમા પણ શી આપે? આ તે સ્થળ દષ્ટાંત છે; પણ બાલ, અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે.
For Private And Personal Use Only