________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
મેક્ષમાળા
શિક્ષાપાઠ ૬૯ બ્રહ્મચર્યની નવવાડ:–
જ્ઞાનીઓએ થોડા શબ્દમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે? એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવવાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું.
૧. વસતિ–જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે. મનુષ્યનું અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું, પશુ એટલે તિચિણી ગાય, ભેંસ ઈત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું અને પતંગ એટલે નપુસંક એને વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારને વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા હાવભાવ ઇત્યાદિક વિકારે મનને ભ્રષ્ટ કરે છે.
૨. કથા–કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરે. કથા એ મેહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથ, કામવિલાસ સંબંધી ગ્રંથે, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી.
For Private And Personal Use Only