________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
મોક્ષમાળા આવ્યું નહીં. હવે ત્યારે શું માગવું? એમ વિચારતાં વિચારતાં એક મહાધનાઢયની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યું. દ્વારિકા મહારિદ્ધિમાન, વૈભવયુક્ત, બાગબગીચાવડે કરીને સુશોભિત અને વસ્તીથી ભરપૂર શહેર તેને લાગ્યું. સુંદર અને ભવ્ય આવાસ તે, અને પૂછતે પૂછતે તે પેલા મહાધનાઢયને ઘેર ગયે. શ્રીમંત મુખગૃહમાં બેઠા હતા. તેણે અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું; કુશળતા પૂછી અને ભજનની તેઓને માટે જમા કરાવી જરા વાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યું, આપનું આગમન કારણ જે મને કહેવા જેવું હોય તે કહે. બ્રાહ્મણે કહ્યું હમણાં આપ ક્ષમાં રાખે; આપને સઘળી જાતને વિભવ, ધામ, બાગબગીચા ઈત્યાદિક મને દેખાડવું પડશે, એ જોયા પછી આગમન કારણ કહીશ. શેઠે એનું કંઈ મર્મરૂપ કારણે જાણીને કહ્યું, ભલે આનંદપૂર્વક આપની ઈચ્છા પ્રમાણે કરે. જમ્યા પછી બ્રાહ્મણે શેઠને પિતે સાથે આવીને ધામાદિક બતાવતા વિનંતિ કરી. ધનાઢયે તે માન્ય રાખી અને પોતે સાથે જઈ બાગબગીચા, ધામ, વૈભવ, એ સઘળું દેખાયું. શેઠની સ્ત્રી, પુત્રે પણ ત્યાં બ્રાહ્મણના જોવામાં આવ્યા. યોગ્યતાપૂર્વક તેઓએ તે બ્રાહ્મણનો સત્કાર કર્યો. એઓનાં રૂપ, વિનય અને સ્વચ્છતા તેમજ મધુરવાણું જોઈને બ્રાહ્મણ રાજી થયે. પછી તેની દુકાનને વહીવટ છે. એક વહીવટિયા ત્યાં બેઠેલા જોયા. તેઓ પણ માયાળુ, વિયી અને નમ્ર તે બ્રાહ્મણના જોવામાં આવ્યા. એથી તે બહુ સંતુષ્ટ થયો. એનું મન અહીં કંઈક સંતોષાયું. સુખી તો જગતમાં આ જ જણાય છે એમ તેને લાગ્યું.
For Private And Personal Use Only