________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે બેગ તે તે રોગનું ધામ ઠર્યું; મનુષ્ય ઉંચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીને ભય દેખાડયો; સંસારચક્રમાં વ્યવહારને ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષમી તે રાજા ઈત્યાદિકના ભયથી ભરેલી છે. કઈ પણ કૃત્ય કરી યશકીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તે ત્યાં મહા દીનતા ને કંગાલિયતને ભય છે; બળ-પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચહાવું રહ્યું છે તે ત્યાં શત્રુને ભય રહ્યો છે, રૂપ-કાંતિ એ ભેગીને માહિનીરૂપ છે તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગુંથી કાઢેલી શાસ્ત્ર જાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે; કોઈપણ સાંસારિક સુખને ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે, તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે; જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનહર પણ ચપળ સાહિત્યે ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શેક જ છે;
જ્યાં શેક હોય ત્યાં સુખને અભાવ છે; અને જ્યાં સુખને અભાવ રહ્યો છે. ત્યાં તિરસ્કાર કરે યથોચિત છે.
યોગીન્દ્ર ભતૃહરિ એક જ એમ કહી ગયા છે એમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણસમયથી ભતૃહરિથી ઉત્તમ, ભર્તુહરિ સમાન અને ભતૃહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એ કોઈ કાળ કે દેશ નથી કે જેમાં કેવળ તત્વજ્ઞાનીઓનું ઉપજવું થયું નથી. એ તત્વ
For Private And Personal Use Only