________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
મેક્ષમાળા ન જોઈએ. આમ વિચાર કરતાં તે એક ધર્મમત સાચે ઠરે; બાકીના ખોટા ઠરે.
જિજ્ઞાસુ–એ એક આશ્ચર્યજનક વાત છે. સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય ? જે સર્વને અસત્ય એમ કહીએ તો આપણે નાસ્તિક કરીએ અને ધર્મની સચ્ચાઈ જાય. આ તો નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઈ છે, તેમ સૃષ્ટિ પર તેની આવશ્યકતા છે. એક ધર્મમત સત્ય અને બાકીના સર્વ અસત્ય એમ કહીએ તે તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. સર્વ સત્ય કહીએ તો તે એ રેતીની ભીંત કરી; કારણ તે આટલા બધા મતભેદ શા માટે પડે? સર્વ એક જ પ્રકારના મતે સ્થાપવા શા માટે યત્ન ન કરે ? એમ અ ન્યના વિરોધાભાસથી થોડીવાર અટકવું પડે છે.
તે પણ તે સંબંધી યથામતિ હું કંઈ ખુલાસો કરું છું. એ ખુલાસે સત્ય અને મધ્યસ્થભાવનાને છે. એકાંતિક કે મતાંતિક નથી પક્ષપાતી કે અવિવેકી નથી પણ ઉત્તમ અને વિચારવા જેવું છે. દેખાવે એ સામાન્ય લાગશે; પરંતુ સૂક્ષમ વિચારથી બહુ ભેજવાળે લાગશે.
શિક્ષપાઠ ૫૯. ધર્મના મતભેદ, ભાગ ૨:–
આટલું તે તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દશનને સત્ય કહેતાં બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહે પડે; પણ હું એમ કહી ન શકું. શુદ્ધ આત્મજ્ઞાનદાતા નિશ્ચયન વડે
For Private And Personal Use Only