________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
મેક્ષમાળા ધ્યાયુ જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં જેથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમર્થા ગોચન પ્રમાણ'એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તે હે! ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદન કરે અને બીજે એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગને જે સમય કહેવાય છે તેટલે વખત પણ પ્રમાદ ન કરે. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભે. છે. લીધે કે લેશે એમ જ જાળ થઈ રહી છે ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે.
અતિવિચક્ષણ પુરુષે સંસારની સર્વોપાધિ ત્યાગીને અહેરાત્ર ધર્મમાં સાવધાન થાય છે; પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના છેડાભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષે નિદ્રા, આહાર મજશેખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે.
જેમ બને તેમ યત્ના અને ઉપગથી ધર્મને સાધ્ય કરે એગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રમાં વીશ ઘડી તે નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીશ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપગમાં લઈએ તે બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય ? - પળ એ અમૂલ્ય ચીજ છે. ચકવતી પણ એક પળ
For Private And Personal Use Only