________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ભાવનામેાધ
દ્વાદશાનુપ્રેક્ષાસ્વરૂપદન ખરું સુખ શામાં છે ?
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજવી આત્માઓના સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. ખાદ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજજવળ આત્માએ સંસારના માયિક પ્રપોંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા ઋચિત્ દુર્લભ છે; તેાપણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેાકન કરતાં એ કથનનુ પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસશય છે.
એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સઘળાં પ્રાણીએ, માનવીએ અને દેવદાનવીએ એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેએ તેના ઉદ્યોગમાં ગુંથાયા રહે છે; પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેએ વિભ્રમ પામે છે. તેએ સંસારમાં નાના પ્રકારનાં સુખને આશપ કરે છે. અતિ અવલેાકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. એ આરોપને અનારેપ કરવાવાળાં વિરલાં માનવીએ વિવેકના પ્રકાશવડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યાં છે. જે સુખ ભયવાળાં છે તે સુખ તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે,
For Private And Personal Use Only