________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
મેક્ષમાળા
ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકો સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુકેમે થયેલા દેષને પશ્ચાત્તાપ કે ક્ષમાપના ઈચ્છે છે એનું નામ અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું; કારણ આત્મા મન, વચન અને કાયાને યોગથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. પ્રતિક્રમણ સૂત્રમાં એનું દેહન કરેલું છે, જેથી દિવસરાત્રિમાં થયેલાં પાપને પશ્ચાત્તાપ તે વડે થઈ શકે છે. શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પહેલેકભય અને અનુકંપા છૂટે છે; આત્મા કમળ થાય છે. ત્યાગવા ગ્ય વસ્તુને વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈ જે જે દોષ વિસ્મરણ થયા હોય તેને પશ્ચાત્તાપ પણ થઈ શકે છે આમ એ નિરા કરવાનું ઉત્તમ સાધન છે.
એનું આવશ્યક” એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા ; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા ગ્ય જ છે.
સાયંકાળે જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું નામ દેવસીય પડિકકમણું એટલે દિવસસંબંધી પાપને પશ્ચાત્તાપ; અને રાત્રિના પાછલા ભાગમાં જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે રાઈ પડિકકમણું કહેવાય છે. દેવસીય અને રાઈએ પ્રાકૃત ભાષાના શબ્દ છે. પખવાડીએ કરવાનું પ્રતિક્રમણ તે પાક્ષિક અને સંવત્સરે કરવાનું તે સાંવત્સરિક કહેવાય છે. સત્પરુષોએ જનાથી બાંધેલ એ સુંદર નિયમ છે.
For Private And Personal Use Only