________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
મેક્ષમાળા કે અમુક વસ્તુઓમાં જ આપણે લક્ષ રહે છે, બાકી બધી વસ્તુઓને ત્યાગ થઈ જાય છે, જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહાળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જે લગામમાં આવી જાય છે, તે પછી ગમે તે પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઈ જવાય છે, તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે; અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનને આનંદ શરીરને પણ નીરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રીઆદિક નિયમ કર્યાથી પણ શરીર નીરોગી રહી શકે છે. માદક પદાર્થો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે; એથી તે વિમળ થાય છે.
પ્રત્યાખ્યાન એ કેવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે? તે આ ઉપરથી તમે સમજ્યા હશે. વિશેષ સદ્ગુરુ મુખથી અને શાસ્ત્રાવલેકનથી સમજવા હું બધ કરું છું.
શિક્ષાપાઠ ૩૨. નિયમવડે તત્ત્વની સિદ્ધિ છે :–
રાજગૃહી નગરીના રાજ્યસન પર જ્યારે શ્રેણિક રાજા વિરાજમાન હતું, ત્યારે તે નગરીમાં એક ચંડાળ રહેતું હતું, એક વખતે એ ચંડાળની સ્ત્રીને ગર્ભ રહ્યો; ત્યારે તેને કેરી ખાવાની ઈચ્છા ઉત્પન્ન થઈ તેણે તે લાવી આપવા ચંડાળને
For Private And Personal Use Only