________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા છે. જે જાતિને આહારને રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ સિવાય પણ અનેક દેષ રહ્યા છે. રાત્રે જમનારને રઈને માટે અગ્નિ સળગાવવી પડે છે, ત્યારે સમીપની ભીતપર રહેલાં નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. ઈંધનને માટે આણેલાં કાષ્ઠાદિકમાં રહેલાં જતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે; તેમજ સર્પના ઝેરને, કોળિયાની લાળને અને મચ્છરાદિક સૂક્ષ્મ જંતુને પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે.
રાત્રિભોજનને પુરાણદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરાની રુઢિથી કરીને રાત્રિભેજન પેસી ગયું છે, પણ એ નિષેધક તે છે જ.
શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે તે સૂર્યના અસ્તથી સંકેચ પામી જાય છે; એથી કરીને રાત્રિભોજનમાં સૂક્ષ્મ જીવભક્ષણરૂપ અહિત થાય છે, જે મહારોગનું કારણ છે, એ કેટલેક સ્થળે આયુર્વેદને પણ મત છે.
સત્પરુષે તે દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચઢયા પહેલાં ગમે તે જાતને આહાર કરે નહીં. રાત્રિભેજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવે. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદે જાણવા અવશ્યના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહદુફળ છે. એ જિનવચન છે.
For Private And Personal Use Only