________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૨૦૩
૮. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહિ, એવી ચિતવના કરવી એ આઠમી “સખ્વરભાવના.”. - ૯ જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિરાનું કારણ છે, એમ ચિતવવું તે નવમી “નિજરાભાવના.”
૧૦. લેકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ સ્વરૂપ વિચારવું તે દશમી “લેકસ્વરૂપભાવના.”
૧૧. સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યજ્ઞાન પામ્યા, તે ચારિત્ર સર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામ દુર્લભ છે; એવી ચિતવના તે અગ્યારમી બેધદુર્લભભાવના.”
૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે, તે બારમી “ધર્મદુર્લભભાવના.”
આ બાર ભાવનાએ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સપુરુષે ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે.
શિક્ષા પાઠ ૨૨. કામદેવ શ્રાવક:–
મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશત્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિઝથવચનાનુરક્ત કામદેવનામને એક શ્રાવક તેઓને શિષ્ય હતો. સુધર્માસભામાં ઈન્દ્ર એક વેળા કામદેવની ધર્મઅચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠે હતો તે બેઃ “એ તો
૧. “તેણે એવી સુદઢતાને અવિશ્વાસ બતાવે, અને કહ્યું કે જ્યાંસુધી પરિવહ પડવા ન હોય ત્યાંસુધી બધાય સહન્શીલ અને ધર્મઢ જણાય.”
For Private And Personal Use Only