________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
મોક્ષમાળા મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ ઇંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે.
૩. સંસારને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. અંધકારમાં જેમ સીંદરી, સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્યરૂપ બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમ તેમ ભટકી વિપત્તિ ભેગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમ તેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણુઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ સંસારમાં તેઓ મેહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઈત્યાદિકનો ઉપદ્રવ વધે છે તેમ સંસારમાં લેભ, માયાદિકનો ઉપદ્રવ વધે છે. અનેક ભેદે જોતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે.
શિક્ષાપાઠ ૨૦. સંસારને ચાર ઉપમા; ભાગ ૨:–
૪. સંસારને ચેથી ઉપમા શકટચકની એટલે ગાડાનાં પૈડાંની છાજે છે. ચાલતાં શકટચક જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતારૂપે રહે છે. શકટચક જેમ ધરી વિના ચાલી શકતા નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક જેમ આરાવડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા, પ્રમાદાદિક આરાથી ટક્યો છે. અનેક પ્રકારથી એમ શકટચકની ઉપમા પણ સંસારને લાગી શકે છે.
For Private And Personal Use Only