________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા વિચક્ષણ થવાને માટે યુક્તિઓ સમજું, વ્યવહારની નીતિ શીખું એટલા માટે થઈને આપ મને ત્યાં મેકલે છે.
પિતા–તારા એ શિક્ષક દુરાચરણ કે એવા હોત તો?
પુત્ર–તે તે બહું માઠું થાત? અમને અવિવેક અને કુવચન બોલતાં આવડત; વ્યવહારનીતિ તો પછી શીખવે પણ કેશુ?
પિતા–જે પુત્ર, એ ઉપરથી હું હવે તને એક ઉત્તમ શિક્ષા કહું જેમ સંસારમાં પડવા માટે વ્યવહારનીતિ શીખવાનું પ્રયોજન છે, તેમ ધર્મતત્વ અને ધર્મનીતિમાં પ્રવેશ કરવાનું પરભવ માટે પ્રયેાજન છે. જેમ તે વ્યવહારનીતિ સદાચારી શિક્ષકથી ઉત્તમ મળી શકે છે, તેમ પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરુથી મળી શકે છે. વ્યવહારનીતિના શિક્ષક અને ધર્મનીતિના શિક્ષકમાં બહુ ભેદ છે. એક બિલેરીને કકડે તેમ વ્યવહાર શિક્ષક અને અમૂલ્ય કૌસ્તુભ જેમ આત્મધર્મ શિક્ષક છે.
પુત્ર–શિરછત્ર! આપનું કહેવું વ્યાજબી છે. ધર્મના શિક્ષકની સંપૂર્ણ અવશ્ય છે. આપે વારંવાર સંસારનાં અનંત દુઃખ સંબંધી મને કહ્યું છે; એથી પાર પામવા ધર્મ જ સહાયભૂત છે; ત્યારે ધર્મ કેવા ગુરુથી પામીએ તો શ્રેયસ્કર નીવડે તે મને કૃપા કરીને કહે.
શિક્ષાપાઠ ૧૧. સદ્દગુરુતત્વ, ભાગ ૨ :– પિતા-પુત્ર! ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે. ૧. કાષ્ટ
For Private And Personal Use Only