________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે સાથે ઉત્તર ભારતમાં સેંકડો અજૈન યોગીઓ યોગ સાધના કરતા હોય છે તે જાણીતી વાત છે, અને જોગીયો-જોગીડો શબ્દ પણ અજૈન સંન્યાસીઓ જોડે ખૂબ સંકળાયેલો છે. અને હઠયોગના તો ઘણા ચમત્કારો લોકોને જોવા પણ મળે છે. એટલે જૈનો યોગમાં માનતા નથી એવી ગેરસમજ ઊભી થાય તે સ્વાભાવિક છે.
જૈનધર્મમાં પ્રાણાયામ, હઠયોગ આદિને સંયમયાત્રા માટે બાધક ગણીને તે અંગે ચેતવણી આપી છે. જેનોની યોગની વ્યાખ્યા-સાધના અનોખી છે. જો કે પાછળથી કેટલીક યોગની બાબતોને જૈનાચાર્યોએ દેશકાળને અનુલક્ષીને સ્વીકારી છે. આગમ આદિ સાહિત્યમાં યોગસાધનાની વાત વિશેષ પ્રકારે મળતી નથી. મહાપ્રાણધ્યાનની, સર્વસંવરધ્યાનની વાતો મળે છે, જે યોગનું જ અંગ છે. વિક્રમની પ્રથમ શતાબ્દીથી જીવન સાધનાના ગ્રન્થો રચાવા શરૂ થયા, પછી વિક્રમની બીજી, ત્રીજી શતાબ્દીથી શ્રેષ્ટકૃતિ તત્ત્વાર્થસૂત્ર પછી પૂ. જિનભદ્રગણિજી, પૂ. હરિભદ્રસૂરિજી, પૂ. હેમચંદ્રસૂરિજી, પૂ. ઉપા. યશોવિજયજી આદિ પૂજ્ય ગ્રન્થકારો યોગના સાધકો, યોગ વિષયના પ્રતિષ્ઠિત ઊંડા વિદ્વાનો અને બહુમાન્ય રચનાકારો થયા છે, જેમણે યોગ વિષય ઉપર ઘણું ઘણું લખ્યું છે.
બીજા શ્લોકમાં ભગવાન મહાવીરે પોતાના મન અને કાયાને કેટલી હદે સંયમી બનાવી દીધી છે, તે વાત કરતાં ભગવાનના જ જીવનની ઘટનાને યાદ કરીને જણાવે છે. ભગવાનના ચરણમાં સુરેન્દ્ર-ઇન્દ્ર વારંવાર નમસ્કાર કરવા માટે ચરણસ્પર્શ કરતા, બીજીબાજુ ઝેરીલા કૌશિક નાગ ચરણે ડસ્યો પણ ભગવાનનાં મન અને કાયામાં કશો ફેરફાર ન નોંધાયો, એટલે કે ઈન્દ્ર જેવા નમવા છતાં ભગવાનને હરખ કે અહોભાવ જાગ્યો %%%%%%% %%% % %%%% %%%」 ;
For Private And Personal Use Only